• Gujarati News
  • Metro Court Bar Association Election Complete, 64 Percent Voting

મેટ્રો કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન: ૬૪ ટકા વોટિંગ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોર્ટની આસપાસ ટ્રાફિક જામ થતાં કેદીઓ ફસાયા

શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલા ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી શુક્રવારે શાંતિપૂર્ણ રીતે યોજાઇ હતી જેમાં ૬૪ ટકા વોટિંગ થયું હતું. ચૂંટણીને પગલે વહેલી સવારથી જ વોટ કરનાર વકીલો કોર્ટમાં ઉમટી પડતા કોર્ટની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ ઉપરાંત કોર્ટ કંપાઉન્ડમાં પણ પાર્કિંગ ફુલ થઇ જતાં જાપ્તામાં આવેલ કેદીઓની ગાડી કાઢવામાં મુશ્કેલી સર્જા‍ઇ હતી. જેના કારણે કેદીઓએ ગાડીમાંથી જ બૂમાબૂમ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ ચૂંટણીનું પરિણામ આગામી બે દિવસમાં જાહેર કરવામાં આવશે.

કિમિનલ કોર્ટની બારની ચૂંટણી હોવાને કારણે સવારે ૧૧ વાગ્યે જ કોર્ટ કંપાઉન્ડમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. બીજી તરફ બારના સભ્યોએ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હોવાને કારણે જેલમાંથી લાવવામાં આવેલા કેદીઓને પાછા લઇ જવાયા હતા. બપોરે જમણવાર સમયે ભીડ જામતાં વકીલો કેટરિંગના કર્મચારીઓ પર ઉશ્કેરાયા હતા અને રસોડામાં જઇ તોડફોડ પણ કરી દીધી હતી. નોંધનીય છે કે, ક્રિમિનલ કોર્ટ બાર એસો.માં પ હજાર વકીલ સભ્યો છે. આ બારની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, જુનિયર એક્ઝીક્યુટીવ મેમ્બર, સિનિયર એક્ઝીક્યુટીવ મેમ્બર અને લેડિઝ રિપ્રેઝન્ટેટીવ સહિ‌તના હોદ્દા છે. બારમાં ૨પ જગ્યા માટે ૧૦૬ ઉમેદવાર મેદાનમાં છે.