કરમુક્તિના મુદ્દે 'મેઘધનુષ્ય’ના સર્જકો હાઈકોર્ટમાં

meghdhanushya film goes in high court
Shraddha Bilawal

Shraddha Bilawal

Dec 13, 2013, 02:07 AM IST

સુપ્રીમ કોર્ટે બુધવારે ગુનો જાહેર કરાયો છે. ત્યારે સમલૈંગિક વિષય પર બનેલી ગુજરાતી ફિલ્મ 'મેઘધનુષ્ય - ધ કલર ઓફ લાઇફ’ને મનોરંજન કર કમિશનર, ગુજરાત રાજ્ય દ્વારા કરમુક્તિ માટે રદ કરવામાં આવી છે. જો કે કેન્દ્રિ‌ય ફિલ્મ પ્રમાણ બોર્ડ, ભારત સરકાર દ્વારા આ ફિલ્મને થિયેટ્રીકલ રિલિઝ માટે પ્રમાણિત કરાઇ છે. આ ફિલ્મને મનોરંજન કર કમિશનર કચેરી દ્વારા કર મુક્તિ નહીં આપવા બદલનો નિર્ણય લેવાયો ત્યારે ફિલ્મનાં પ્રોડયુસર અને ડાયરેક્ટર ડો.કે.આર.દેવમણિ દ્વારા કોન્સ્ટિ‌ટયૂશનનાં નિયમોને આધારિત હાઇકોર્ટમાં મનોરંજન કર વિભાગને મનોરંજન કર આપવા બાબતે પિટિશન ફાઇલ કરવામાં આવી છે.

આ અંગે ફિલ્મનાં પ્રોડયુસર અને ડાયરેક્ટર ડો.કે.આર.દેવમણિએ જણાવ્યું હતું કે, આ ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિ‌ફિકેટ મળ્યું છે. ત્યારે મનોરંજન કર વિભાગનું આ વલણ ચોંકાવનારું છે. ફિલ્મમાંથી અમને સમલૈંગિક, હોમોસેક્સુઅલ અને ગે જેવાં શબ્દોને કાઢી નાંખવા માટેની તેમની શરત બિલકુલ વ્યાજબી નથી. કારણ કે જો આ શબ્દોને કાઢી નાંખીએ તો તેનાં બદલે કયા શબ્દો રાખી શકાય? આઇપીએ તરફથી અમને આ વિશેનાં ભળતાં જવાબો આપવામાં આવી રહ્યાં છે. સત્તાનો દુરુપયોગ કરી રહેલાં મનોરંજન કર વિભાગની સામે અમે હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે. જેની હિ‌યરિંગ ૧પ દિવસમાં શરૂ થશે. જો કે તે છતાંય અમે ફિલ્મને તો ચોક્કસથી રિલિઝ કરીશું જ.

અમે તો સરકારી નિયમોને અનુસરીએ છીએ
'મેઘધનુષ્ય’ ફિલ્મને કરમુક્તિનાં સરકારનાં જી.આર અને ઠરાવ પ્રમાણે અમારા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વળી, કમિશનર દ્વારા ફિલ્મને રિલિઝ કરવાની ના પાડવામાં આવી નથી. તેમને માત્ર કરમુક્તિનાં નિયમો અનુસાર કેટલીક શરતોને માનવા માટે કહેવાયું છે. ફિલ્મમાં કેટલાક શબ્દોનાં ઉપયોગને અમે મ્યુટ કરવાનું કહ્યું છે. તેને ફિલ્મનાં કર્તાધર્તાઓએ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેમણે જ્યારે આ શરતોનો સ્વીકાર ન કર્યો, ત્યારે કમિશનર સાહેબે જ્યુડિશિયલ રૂલ્સ પ્રમાણે નિર્ણય લીધો છે.
કુમુદબેન યાજ્ઞિક, નાયબ મનોરંજન કર કમિશ્નર, મનોરંજન કર કમિશનર કચેરી-ગાંધીનગર.

સમલૈંગિકોને ન્યાય મળવો જ જોઇએ
મારું કહેવું એ છે કે જ્યારે ગુજરાત ગવર્નમેન્ટ સમલૈંગિકોની મદદ કરવા માટે લક્ષ્ય સંસ્થાને દર વર્ષે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે છે અને એચઆઇવી જેવી સમસ્યાઓ ન થાય તે માટે છેલ્લાં બાર વર્ષથી સપોર્ટ કરે છે. ત્યારે મનોરંજન કર કમિશનર દ્વારા 'સમલૈંગિક’, 'ગે’ અને 'હોમોસેક્સુઅલ’ એવાં શબ્દોને ફિલ્મમાંથી કાઢવાનું કેમ કહેવાઇ રહ્યું છે. ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિ‌ફિકેટ અપાઇ ગયું છે, ત્યારે ફિલ્મમાં કોઇ વલ્ગારિટી ન હોય તે સ્વાભાવિક છે. અમે લોકશાહી દેશનાં નાગરિક હોઇ અમને આ બાબતે ન્યાય જરૂરથી મળવો જોઇએ.
-માનવેન્દ્રસિંહ ગોહિ‌લ, હોમોસેક્સુઅલ એક્ટિવિસ્ટ અને ચેરમેન, લક્ષ્ય સંસ્થા

X
meghdhanushya film goes in high court

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી