• Gujarati News
  • Medical Colleges Self government Started Calculating Fees Committee Does Not

સરકારે શરૂ કરેલ સ્વનિર્ભર મેડિકલ કોલેજો ફી કમિટીને હિ‌સાબો આપતી નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલેજોની આડોડાઈ:

- સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ કોલેજોમાં કાયમી ફી નક્કી ન થતાં એડહોક ફીના નામે લાખો રૂપિયા ફી સ્વરૂપે ઝીંકાય છે


ગુજરાત સરકાર દ્વારા અલગ સોસાયટીની સ્થાપના કરીને શરૂ કરવામાં આવેલ સોલા અને ગોત્રીની બે સ્વનર્ભિર મેડિકલ કોલેજોને ફી કમિટીને હિ‌સાબો ન આપતા હોવાથી,વારંવારની તાકીદ કરવા છતાં આવશ્યક ડોક્યુમેન્ટસ ન રજૂ કરતા આ કોલેજોમાં કાયમી ફીના બદલે એડહોક ફી રાખવામાં આવી છે. હિ‌સાબોના અભાવે ફી નક્કી થઈ શકતી ન હોવાથી જેના કારણે એડહોક ફી ઉઘરાવવાની ફરજ પડે છે. વિદ્યાર્થીઓ પાસેથી હાલમાં અઢીથી સાડાત્રણ લાખ જેટલી ફી ઉઘરાવાય છે.

આ અંગે મળતી માહિ‌તી મુજબ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની રચના ત્રણ વર્ષ પહેલા કરાઈ હતી. જે અંતર્ગત આ સોસાયટીના નામ હેઠળ જુદાજૂદા શહેરોમાં સ્વનર્ભિર મેડિકલ કોલેજો શરૂ કરાઈ છે.

જેમાં સોલા મેડિકલ કોલેજ, ગોત્રી મેડિકલ કોલેજ, પાટણ મેડિકલ કોલેજ,વલસાડ મેડિકલ કોલેજ, ગાંધીનગર મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે. આ દરેક કોલેજોમાં ૧પ૦ બેઠકોની મંજૂરી લેવાઈ છે. આ કોલેજોમાં આગામી દિવસોમાં વધુ શહેરોમાં આ પ્રકારની સરકારી પરંતુ સ્વનર્ભિર ધોરણે ચાલતી મેડિકલ કોલેજો શરૂ કરવાની તૈયારી કરાઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે દરેક રાજ્યોમાં એસએફઆઈ કોલેજોમાં ફી નક્કી કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશની ફી કમિટી છે.

ગુજરાતમાં પહેલા આર.જે. શાહ કમિટી અને હાલમાં અક્ષય મહેતા કમિટી છે કોઈ પણ નવી કોલેજને મંજૂરી આપવામાં આવે ત્યારે તેની એડહોક ફી નક્કી કરાય છે. તે પછી કાયમી ફી નક્કી કરવા માટે કમિટી દ્વારા ડોક્યુમેન્ટસ મંગાવાય છે. તે રજૂ કર્યા પછી ફી નક્કી કરાય છે.

સરકાર દ્વારા પાંચ જેટલી એસએફઆઈ મેડિકલ કોલેજો શરૂ કરાઈ છે. જે પૈકીની બે કોલેજો બે વર્ષ પહેલા જ્યારે ત્રણ કોલેજોગયા વર્ષે મંજૂર કરાઈ છે. આ કોલેજોમાં તમામ વિદ્યાર્થીઓ પાસે થી એડહોક ફી પેટે રૂ. અઢીથી સાડાત્રણ લાખ ઉઘરાવાય છે. ફી કમિટી દ્વારા કોલેજોને હિ‌સાબો રજૂ કરવા, ડોક્યુમેન્ટસ રજૂ કરવા માટે સૂચના અપાઈ છે.છતાં ડોક્યુમેન્ટસ રજૂકરાયા નથી. તેથી કાયમી ફી નક્કી થઈ શકી નથી.

શિક્ષણજગતના સૂત્રોમાં થતી ચર્ચા મુજબ સરકાર દ્વારા સેલ્ફ ફાઈનાન્સ ધોરણે ચાલતી આ મેડિકલ કોલેજોમાં નિયત ધારાધોરણ મુજબ હિ‌સાબો તેમજ અન્ય આનુસંગિક દસ્તાવેજો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રચાયેલી અક્ષય મહેતા કમિટી સમક્ષ રજૂ કરવાના હોય છે. પરંતુ ફી કમિટીની વારંવારની તાકીદની કોઈ જ પ્રકારની પરવા ન હોય તે પ્રકારનું વલણ આ કોલેજોના સંચાલકો દ્વારા દાખવવામાં આવ્યું છે.

જેના કારણે આ કોલેજોમાં છેલ્લા બે વર્ષથી લાખો રૂપિયાની એડહોક ફી વિદ્યાર્થીઓ પર ઝીંકવામાં આવે છે. જેની સૌથી વધુ વિપરીત અસર રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પર પડે છે.

શિક્ષણ જગતના હિ‌ત ચિંતકોમાં સત્વરે આ મેડિકલ કોલેજોમાં કાયમી ફી નક્કી કરવા બાબતે નિર્ણય કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. શિક્ષણ જગતના સૂત્રોમાં એવી પણ ચર્ચા ચાલી છે કે કાયમી ફીના બદલે એડહોક ફી રાખવા પાછળ સ્થાપિત હિ‌ત ધરાવતા લોકોને ફાયદો કરાવવાનો છે.