ચિરિપાલ ગ્રૂપના કાપડચોરી પ્રકરણનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રુવરાજસિંહના ચાર સાગરીતોને શોધવા પોલીસની દોડદામ કન્ટેનર લઇને ડ્રાઇવર ઠગ ટોળકીના ગોડાઉનમાં કાપડ ઉતારવા માટે ગયો હતો જાણીતા ચિરિપાલ ગ્રૂપની નંદન એક્ઝિમ લિમિટેડ કંપનીના એક્સપોર્ટ માટે રવાના કરાયેલા રૂપિયા ૬૩.૩૪ લાખ કાપડાના જથ્થાને ચોરી બારોબાર વેચી દેવાના પ્રકરણમાં પોલીસે મુખ્ય ભેજાબાજ કચ્છ આદિપુરના ધ્રવરાજસિંહ જાડેજાનો કબજો મેળવ્યો હતો અને આ પ્રરકણના અન્ય સાગરીતોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. નારોલમાં આવેલી ચિરિપાલ ગ્રૂપની નંદન એક્ઝિમ લિમિટેડ કેપનીનું ડેનીમનું કપડું મુંદ્રા પોર્ટ પરથી ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા ખાતે મોકલવાનું હતું. આથી કંપનીના મેનેજર રાકેશ શાહે કન્ટેનરમાં રૂપિયા ૬૩.૩૪ લાખની કિંમતનું ૬પ,૦પ૭ મીટર ડેનીમ કપડું તા.૧૯-પ-૨૦૧૨ના રોજ મુંદ્રા જવા રવાના કર્યું હતું. સુરેન્દ્ર બેઠા નામનો ડ્રાઇવર કન્ટેનર લઇને નીકળ્યો હતો. જોકે આ કપડાનો જથ્થો બારોબાર સગે વગે થઇ જતાં નોધાયેલી ફરિયાદને આધારે પોલીસે કાપડનો જથ્થો સસ્તામાં ખરીદનાર ચાર ઠગને ઝડપી લીધા હતા. જોકે આદિપુરમાં રાજેશ્વરી ટ્રાવેલ્સ ચલાવતો ધ્રુવરાજસિંહ જાડેજા જ મુખ્ય સૂત્રધાર હોવાનું ફલિત થતાં પોલીસે કોઇ ચોરીના ગુનામાં ગાંધીધામ પોલીસના હાથે ઝડપાયેલા ધ્રુવરાજનો કબજો મેળવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતુંકે ધ્રુવરાજ ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાથી તે ઘણા ડ્રાઇવરોના સંપર્કમાં આવતો હતો. ધ્રુવરાજ અને તેના મિત્ર દાના પટેલે કાપડ લઇને નીકળેલા સુરેન્દ્ર બેઠાને રૂપિયા ૩ લાખ આપી કાપડનો જથ્થો લઇ લેવાનું નક્કી કર્યું હતું જોકે આ કૌભાડમાં સુરેન્દ્રનો સાથીદાર કવીન્દ્ર પણ સંડોવાયેલો હતો. તા. ૧૯મીના રોજ કન્ટેનર લઇને નીકળેલા સુરેન્દ્ર અને કવીન્દ્રને દાનો પટેલ કન્ટેનર સાથે ઠગ ટોળકીના જુદા જુદા ગોડાઉન પર લઇ જઇને માલ ખાલી કરાવ્યો હતો. જોકે આ કૌભાંડમાં ધ્રુવરાજનો સાથીદારો અશ્વિન ઠક્કર, જનક જોષી, યુનુસ પણ સંડોવાયેલા હોવાથી પોલીસે તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આટલુંજ નહિ‌ ધ્રુવરાજે જ્યારે સુરેન્દ્રને રૂપિયા ૩ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું ત્યારે આ કાળાકામ માટે ઠગ ટોળકીએ આંગડિયા દ્વારા પૈસા ધ્રુવરાજને મોકલ્યા હતા અને ધ્રુવરાજે કાપડનો જથ્થો રૂપિયા ૧પ લાખમાં ઠગ ટોળકીને વેચવાનું નક્કી કર્યું હતું. તપાસ દરમિયાન કાપડનો થોડો જથ્થો અમદાવાદ બહાર વેચી દેવાયો હોવાનું ફલિત થતાં પોલીસે તે જથ્થો મેળવવા કવાયત હાથધરી છે. લાખો રૂપિયાનું કાપડ ચોરનાર ચારને ત્રણ દિવસના રિમાન્ડ ચિરિપાલ ગ્રૂપની નંદન એક્ઝિમ લિમિટેડ કંપનીનો રૂપિયા ૬૩.૩૪ લાખનો ૬પ,૦પ૭ મીટર કાપડનો જથ્થો કન્ટેનરમાંથી ચોરી થવાના કેસમાં ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. ત્યાર બાદ આરોપીઓને ગ્રામ્યર્કોટમાં રજૂ કરાયા હતા. જ્યાં ગ્રામ્યર્કોટના જજે તમામ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. પોલીસે કાપડ ચોરી કરવાના મામલે ઐયુબ મંગુક ભીસ્તી, ફિરોઝ મલકાણી, અમિર ખાન સરજમીન ખાન પઠાણ અને નાસીર અહેમદ વસીમઅહેમદ શેખને ઝડપી લીધા હતા. ત્યાર બાદ સોમવારે તમામ આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. જ્યાં રિમાન્ડ અરજીમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ ૧પ લાખમાં કાપડ વેચ્યું હતું તો તે પૈસા ક્યાં છે, તેમની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, આરોપીઓ અગાઉ પણ ગુનો આચરી ચૂક્યા છે કે નહીં, મુખ્ય ભેજાબાજ કચ્છનો ધૂળરાજ જાડેજા છે તેની ધરપકડ બાકી છે, જેમણે માલ ખરીદ્યો છે તેમની પૂછપરછ કરવાની છે સહિ‌તના મુદ્દાની તપાસ માટે સાત દિવસના રિમાન્ડની જરૂર છે.