તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહીદનાં જવાનનું આક્રંદઃ પોલીસની ફરજ નિભાવતા ગોહિ‌લ પરિવારે બે પેઢી ગુમાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસની ફરજ નિભાવતા ગોહિ‌લ પરિવારે બે પેઢી ગુમાવી
બિહાર જતા અકસ્માતમાં મૃત્યુ પામેલા જયરાજસિંહ ગોહિ‌લના પિતા સતુભા પણ પોલીસની ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા હતા, પિતાના સ્થાને તેમને રહેમરાહે નોકરી મળી હતી.

બિહારમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગયેલા અને રસ્તામાં અકસ્માતે મૃત્યુને ભેટેલા રૂરલ બોમ્બ સ્કવોડના સભ્ય જયરાજસિંહ ગોહિ‌લના પિતા સતુભા ગોહિ‌લ પણ ગુજરાત પોલીસમાં જ કાર્યરત હતા અને યોગાનુયોગે તેમનું પણ ફરજ પર હાજર હતા ત્યારે જ મૃત્યુ થતાં તેમના સ્થાને જયરાજસિંહને રહેમરાહે પોલીસ દળમાં નોકરી મળી હતી. આમ, ઉપરાછાપરી બે પેઢીના મોભીઓ આ રીતે ફરજ પર મૃત્યુ પામવાને કારણે જયરાજસિંહ અને તેમના પરિવારજનો માથે જાણે દુ:ખનો ડુંગર તૂટી પડયો છે.

નરોડા ખાતે રહેતા જયરાજસિંહના પરિવાર સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, જયરાજસિંહના પિતા પણ પોલીસદળમાં પોલીસ સબ ઈન્સ્પેકટર હતા. ફરજ દરમિયાન થોડા વર્ષો પહેલા કુદરતી મૃત્યુ થવાના કારણે તેમના સ્થાને રહેમરાહે જયરાજસિંહને પોલીસદળમાં નોકરી મળી હતી. જયરાજસિંહ વર્ષ ૨૦૦૪માં પોલીસદળમાં ભરતી થયા હતા અને છેલ્લા ચાર વર્ષથી તેઓ અમદાવાદ ગ્રામ્યની બોંમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેકટીવ સ્કવોડમાં ફરજ બજાવતા હતા.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ