ફિક્સિંગમાં વિનોદની ભૂમિકા? કુખ્યાત બુકીઓના નામ ખૂલતા ક્રાઈમ બ્રાન્ચ ચોંકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નૌખાજી બિકાનેર,લક્ષ્મીચંદ થાણે, જયંતીનાં નામ ખૂલ્યાં
- બુકી વિનોદના ફોનમાંથી પોલીસને કુખ્યાત બુકીઓના નંબર મળ્યા
- અગાઉ જુગારના ગુનામાં પણ રિમાન્ડ નામંજૂર કરી જામીન અપાયા હતા


પ્રહ્લાદનગરના ઈન્દ્રપ્રસ્થ પમાંથી પકડાયેલા બુકી વિનોદ મૂલચંદાણીના મોબાઈલમાંથી મુંબઈના કુખ્યાત બુકીઓ જયંતી મુંબઈ, રાજસ્થાનના નૌખાજી બિકાનેર અને મહારાષ્ટ્રના લક્ષ્મીચંદ થાણેના નામ ખૂલતા ક્રાઈમ બ્રાન્ચ ચોંકી ઊઠી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે વિનોદના ફોનમાંથી દિલ્હી અને મુંબઈના કેટલાક શંકાસ્પદ નંબરો પણ મળી આવ્યા હોવાથી આ નંબરો દિલ્હી અને મુંબઈમાં પકડાયેલા બુકીઓ પાસેથી મળી આવેલા નંબરો સાથે સરખાવાશે.આ નંબરો જોતાં સ્પોટ ફિક્સિંગમાં વિનોદની ભૂમિકા હાલમાં નકારી શકાય એમ નથી.

આગળ વાંચો, કાર્ડનો ઉપયોગ તે સટ્ટા માટે કરતો