વ્યસન અને ફેશનથી માણસ દુ:ખી છે: તરુણસાગરજી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અહિંસા દાંડીયાત્રા : ત્રણ દિવસ બાકી - ગાંધીજીની વાત ‘સાદું જીવન ઉચ્ચ વિચાર’એ સુખી જીવનની આધારશીલા છે આધુનિક યુગમાં બે મુખ્ય બાબતોથી માણસ દુ:ખી છે અને તે છે વ્યસન અને બીજી છે ફેશન. આ માહિતી આપતા જાણીતા સંત મુનિ તરુણસાગરજી મહારાજે જણાવ્યું કે, આજનો પુરુષ વર્ગ વ્યસનથી પરેશાન છે તો મહિલાઓ ફેશનથી પરેશાન છે. આ વ્યસન અને ફેશનના કારણે સમાજમાં અને પરિવારમાં ટેન્શન વધી રહ્યું છે. ત્યારે સમાજ અને પરિવારથી બચાવવા માટે ગાંધીજીની વાત ‘સાદું જીવન ઉચ્ચ વિચાર’એ સુખી જીવનની આધારશીલા છે. મુનિએ જણાવ્યું કે, અહિંસા દાંડીયાત્રાએ વ્યસનમુક્તિનું એક એવું અભિયાન છે જે જીવનને સ્વર્ગ બનાવવાની સાથે સમાજ અને દેશને પણ સુસંસ્કૃત અને આદર્શ બનાવે છે. ગુજરાત સાથે ગાંધીજીનો મોટો નાતો છે. ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ હોવાની સાથે તેમની કર્મભૂમિ પણ રહી છે. તેમણે જણાવ્યું કે, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, જેમાં એક તો એ છે જે તેના ગામના નામથી ઓળખાય છે જ્યારે બીજા એવા લોકો છે જે તેના નામથી ગામને નવી ઓળખ આપે છે. આમાં ગાંધીજી બીજા નંબરની વ્યક્તિ હતા જેમના નામથી ગુજરાતને દુનિયાભરમાં નવી ઓળખ મળી. બીજી બાજુ અહિંસા દાંડીયાત્રા અંગે વધુ માહિતી આપતા યાત્રાના મીડિયા પ્રભારી પારસ લોહાણેએ જણાવ્યું કે, ગાંધી જયંતીના દિવસે જ્યારે અમદાવાદની સડકો પર ૧૦૦૦ જેટલા ગાંધી ઉતરશે ત્યારે આ નઝારો ખુદ ગાંધીજી સ્વર્ગમાંથી જોતા હશે. આ દાંડીયાત્રા અમદાવાદના ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે ગાંધીજીના સ્ટેચ્યુ પાસે પહોંચશે ત્યારે આ યાત્રાને વિશ્વ રેકોર્ડના સન્માનથી નવાજવામાં આવશે.