બોલિવૂડ અભિનેત્રી મમતાનો ડ્રગ ડિલર પતિ 'વિકી' છે અમદાવાદી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કહાની: બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી સાથે લગ્ન કરનાર વિકી ગોસ્વામીનો પરિવાર આજે પણ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહે છે. વિકી ગોસ્વામીના પિતા ડીવાયએસપી હતા

બોલિવૂડની હોટ અભિનેત્રી મમતા કુલકર્ણી સાથે લગ્નના કારણે ચર્ચામાં આવેલા એક સમયના આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા વિજય આનંદગીરી ગોસ્વામી ઉર્ફે વિકી ગોસ્વામીનું બાળપણથી યુવાની સુધીનું સફર અમદાવાદમાં ગુજર્યું છે. પાલડીમાં એન.આઇ.ડી.ના પાછળના ભાગે આવેલી લક્ષ્મીકુંજ સોસાયટીના બંગલાના નંબર ૬ વિકી ગોસ્વામીનું ઘર હતું. આજે પણ તેના પરિવારજનો ત્યાં રહે છે.

જો કે પ૨ વર્ષીય વિકી ગોસ્વામીના ઈટાલી, રશિયા અને દક્ષિણ આફ્રિકાના ડ્રગ માફિયાઓ તથા દાઉદ ઈબ્રાહીમ અને છોટા રાજન જેવા અંડરવર્લ્ડ ડોન સાથેના કનેક્શનના કારણે તેનો પરિવાર મીડિયા સાથે વાત કરવા કે પછી કોઈપણ પ્રકારે લાઈમલાઈટમાં આવવા ઈચ્છતો નથી..

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...