મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ચોંકાવનારો વધારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરમાં કાળઝાળ ગરમી પડતી હોવા છતાં
-સરકારી કાર્યક્રમો કે ઉદ્ઘાટનો ન હોવા છતાં મ્યુનિ.તંત્રની નબળી કામગીરી


શહેરમાં એક બાજુ ધોમધખતો તાપ હોય ત્યારે મચ્છરજન્ય રોગચાળો સંપૂર્ણપણે અંકુશમાં રહેવો જોઇએ તેના બદલે મ્યુનિ.તંત્રની લાપરવાહીના કારણે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાયો છે. દર વર્ષે ચોમાસામાં અને ત્યારબાદ ઉનાળા સુધી મચ્છરની ઉત્પત્તિ વધે અને લાખો લોકોને મેલેરિયા-ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગચાળાનો ભોગ બનવું પડે છે. તેમ છતાં મ્યુનિ.સત્તાધીશો ફક્ત મ્યુનિ. હોસ્પિટલોમાં દાખલ થતાં કેસોને આગળ ધરી રોગચાળો અંકુશમાં જ હોવાના દાવા કરતું રહે છે. પરંતુ ચાલુ વર્ષે તો અસહ્ય ગરમી પડતાં મેલેરીયા અને ઝેરી મેલેરિયા ફેલાવતાં મચ્છરની ઉત્પત્તિ ઉપર બ્રેક વાગી ગઇ છે, તેમ છતાં પાંચ મહિ‌નામાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં નિરંતર વધારો નોંધાયો છે.

હજુ ચોમાસાની શરૂઆત થઇ નથી, તે પહેલાં જો આ હાલત હોય તો ચોમાસામાં શહેરીજનોને મચ્છરજન્ય રોગચાળાનો મોટા પ્રમાણમાં ભોગ બનવુ પડશે તેવી શકયતા વર્તાઇ રહી છે. જોકે હેલ્થ ખાતાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતાં હોવાથી તે મકાનની અંદરની ટાંકીઓ, એરકુલર, ફુલદાની વગેરેમાં તેની ઉત્પત્તિ થતી હોવાની પૂરેપૂરી શકયતા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ મહિ‌ના સુધીમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં લગભગ વધારો નોંધાયો છે, ફક્ત મે મહિ‌નામાં પ્રચંડ ગરમીના કારણે મેલેરીયાના કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે, તેમાં મ્યુનિ. તંત્રનો કોઇ ફાળો નથી.

- રોગચાળાના મે સુધીના આંકડા
- મેલેરિયા


વર્ષ ૨૦૧૨: ૩૩૭૬
વર્ષ ૨૦૧૩: ૨૬૭૦

- ઝેરી મેલેરિયા

વર્ષ ૨૦૧૨: ૨૦૬
વર્ષ ૨૦૧૩: ૧૪૮

- ડેન્ગ્યુ

વર્ષ ૨૦૧૨ ૬૬
વર્ષ ૨૦૧૩ ૧૧૬