મકરબાના સરપંચ પર કામદારની હત્યાનો પરિવાર જનોએ કર્યો આક્ષેપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ હત્યા: પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો

મકરબા ગામના સરપંચ રામભાઇ ભરવાડના ઘરે છેલ્લા ૨૦ વર્ષથી કામ કરતા કોર્પોરેશનના સફાઇ કામદાર જોયકુમાર સીગરોટિયાની લાશ મંગળવારે સમી સાંજે અજાણ્યા માણસો તેમના ઘરે સોંપી ગયા હતા. જોયકુમારના મૃતદેહ પરથી ઇજાના નિશાન મળી આવતા સરખેજ પોલીસે ખૂનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજીતરફ, આ હત્યા રામભાઇએ કરી હોવાનો આક્ષેપ જોયકુમારના પરિવારે કર્યો છે.

સરખેજના વાલ્મીકિવાસમાં રહેતા જોયકુમાર મંગળવારે નિત્યક્રમ મુજબ મકરબાના સરપંચ રામભાઇ ભરવાડના ત્યાં ઘરકામ કરવા જતા હતા. ત્યારબાદ સાંજે સાતેક વાગ્યે નંબર વગરની નવી નક્કોર રીક્ષામાં ચાલક સહિ‌ત ત્રણ માણસ જોઈને લઈને વાલ્મીકીવાસમાં આવ્યા હતા અને કહ્યું હતું કે, જોયને અકસ્માત થતાં અમે ઈલાજ કરાવી ઈન્જેકશન આપતાં સૂઈ ગયો છે. તેમ કહીને તેઓ જોયને સોંપીને જતા રહ્યા હતા. પરંતુ લાંબા સમય સુધી જોય નહીં જાગતા અને તેના શરીર ઉપર મૂઢ મારના નિશાન હોવાથી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા અને વીએસ લઇ જવા કહેતા પરિવારના સભ્યો તેમને વીએસ લઇ ગયા હતા. ત્યાં પણ ડોકટરે તેમને મૃત જાહેર કરતા લાશ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. પેનલ ડોકટરના પીએમમાં જોયનું મૃત્યુ ગૂંગળાઇ જવાથી તેમજ મૂઢ મારને લીધે થયાનું પૂરવાર થયું હતું.

હું તો રાહુલ ગાંધીની સભામાં હતો, રામભાઇ સામેના આક્ષેપોની તપાસ કરાશે આ સંદર્ભે વધુ માહિતી વાંચવા આગળ ક્લિક કરો...

(તસવીર મૃતક કામદારની છે)