તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇશરત કેસ: ફાયિંરગ પહેલાં પોલીસ અધિકારીઓ ઝઘડયા હોવાનો ધટસ્ફોટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-રાજેન્દ્રકુમારનું નામ કાઢવા કોનું દબાણ કામ કરી ગયું તેની ચર્ચા
-ગુજરાતના આઠ પોલીસ અધિકારીઓની ભૂમિકા વિશે ચાર્જશીટમાં સવાલો ઉઠાવાશે


ચર્ચાસ્પદ ઈશરત એન્કાઉન્ટરના કેસમાં સીબીઆઈ દ્વારા આજે બપોરે 1 વાગ્યા આસપાસ ચાર્જશીટ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે. સીબીઆઈની ચાર્જશીટમાં ઇશરત અને તેના ત્રણ સાથીદારોના એન્કાઉન્ટર પહેલાં ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓ ફાયરિંગના મામલે ઝઘડી પડયા હોવાનો સીબીઆઇની ચાર્જશીટમાં ઉલ્લેખ થયો હોવાનું જાણવા મળ્યું છે.

આ ચાર્જશીટ પહેલાં ગુજરાતનાં પોલીસ બેડા અને ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓમાં ઉન્માદની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકિય ઉપયોગનાં આક્ષેપો વચ્ચે શું સીબીઆઇ ફરી કોઇ નેતા તરફ આંગળી ચીંધશે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે.

ચારેયને કોતરપુર વોટસ વક્ર્સ લઇ જવાયા બાદ મોહન નાનજી અને ઇબ્રાહિ‌મ ચૌહાણે ગોળી મારવાની ના પાડી દીધી હતી, જેથી તરુણ બારોટે ઇબ્રાહિ‌મ ચૌહાણના હાથમાંથી રિવોલ્વર ઝૂંટવીને તેમાંથી ગોળીબાર કર્યા હોવાની વિગતો ચાર્જશીટમાં હોવાની ચર્ચા જાગી છે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ