બગોદરા પાસે દંડા-છરી વડે કરોડોની લૂંટ: લૂંટાયેલી ટ્રક ડીસા પાસેથી મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૂંટની ઘટનાના ૧૮ કલાક બાદ પણ પોલીસ ફરિયાદ થઇ નથી : ડ્રાઇવર કલીનર પર શંકા
કરોડોનો કિંમતી ચીજવસ્તુઓ ચોરાઇ અને માત્ર દોઢ કરોડનો મુદ્દામાલ કબ્જે થતા અનેક તર્કવર્તિક ?


અમદાવાદથી રાજકોટ તરફ જતી આંગડિયા પેઢીની ટ્રકમાં સોના - ચાંદી પાટો, સોનાના બિસ્કિટ, ઇમીટેશન જ્વેલરી મળીને ૧૮થી ર૦ કરોડની કિંમતી ચીજવસ્તુઓ ભરેલી હતી. સોમવારના રાત્રે બગોદરાના રાણેસર પાટિયા પાસે લૂંટારૂં ટોળકીએ આંતરી લૂંટ ચલાવી હતી. આ લૂંટાયેલી ટ્રક મંગળવારે સવારે ડીસા- પાલનપુર હાઇ-વે પરના ભોયણ ગામ નજીક બિનવારસી હાલતમાં મળી આવી હતી.

બનાસકાંઠા પોલીસે ટ્રકમાંથી ચાર કિલો સોનું, ૩૭ કિલો ચાંદી અને ટ્રક મળીને કુલ રૂ. ૧.૬૦ કરોડનો મુદ્દામાલ કબજેકર્યો છે.જોકે લૂંટના ૧૮ કલાક બાદ પણ આ અંગે પોલીસ ફરિયાદ થઇ ન હતી. આ ફિલ્મી ઢબે થયેલી લૂંટની ઘટનામાં ટ્રકનાં ડ્રાઇવર અને કલીનર પર શંકાની સોય તકાઇ રહી છે.આમ કરોડો રૂપિયાનો કિંમતી ચીજવસ્તુઓ ચોરાઇ છે.જ્યારે માત્ર દોઢ કરોડનો મુદ્દામાલ હાથ લાગ્યો છે. આથી અનેક તર્કવર્તિક થઇ રહ્યાં છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ