તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાપુનગરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી બે ઠગ ૧૩ લાખ લઈ ફરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાપુનગરની દિનેશ દશરથ આંગડિયા પેઢીના આધેડ કર્મચારી રૂપિયા ૧૩ લાખ ભરેલી કપડાની થેલી સાઈકલ પર ભેરવી ઘરે પહોંચ્યાહતા અને ત્યારેજ તેમને સરનામું પૂછવાને બહાને બે યુવકો થેલી ઉઠાવીને ભાગી ગયા હતા જે અંગે તેમણે બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેકટર જે.આર.દેસાઇએ વધુ તપાસ આદરી છે.

બાપુનગરમાં આવેલી દિનેશભાઇ દશરથભાઇ પટેલ આંગડિયા પેઢીમાં કામ કરતા અમરતભાઇ અંબાલાલ પટેલ(ઉં. પ૨, રહે. ભગવતીકૃપા સોસાયટી, ડીમાર્ટ પાસે .બાપુનગર) સાંજે સાડાસાતેક વાગ્યાના સુમારે પેઢીની ઓફિસપરથી રૂપિયા ૧૩ લાખ રોકડા કપડાની થેલીમાં લઇને ઘરે જવા નીકળ્યા હતા. તે રૂપિયા સવારે કોઇ પાર્ટીને ડિલિવરી આપવાના હતા. જોકે તેઓ આ થેલી સાઈકલ પર ભેરવીને ઘરે જઇ રહ્યા હતા ત્યારેજ બે યુવકો તેમનો પીછો કરતા હતા.તેઓ ઘરે પહોંચીને સાઈકલ સ્ટેન્ડ કરતા હતા.ત્યારેજ બાઇક પર બે યુવકો તેમની પાસે આવ્યા હતા અને તેમને કૃષ્ણનગર જવાનો રસ્તો પૂછ્યો હતો. તેમણે યુવાનોને રસ્તો બતાવ્યો હતો. હજુ અમરતભાઇ સાઈકલ પરથી થેલી કાઢે ત્યારેજ યુવકો તેમની પાસે આવ્યા હતા અને તેમણે ફરીથી અમરતભાઇને બાપુનગરનો રસ્તો પૂછ્યો હતો. જોકે તે રસ્તો બતાવતા ત્યારે જ નીચે ઉતરેલો યુવક થેલી સેરવી ગયો હતો.