LIGનાં 308 મકાન માટે 5મી ડિસેમ્બરે ડ્રો, મુખ્યમંત્રી-અડવાણીના હસ્તે ડ્રો થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઔડાના વૈષ્ણોદેવી પાસે બની રહેલા
મુખ્યમંત્રી-અડવાણીના હસ્તે ડ્રો થશે
અમદાવાદ : ઔડા દ્વારા વૈષ્ણોદેવી મંદિર પાસે લોઅર ઇન્કમ ધરાવનાર શહેરીજનો માટે તૈયાર થઇ રહેલા મકાનોનો આગામી 5મી ડિસે.ના રોજ રાજ્યના મુખ્યમંત્રી અને અડવાણીના હસ્તે ડ્રો કરવામાં આવશે. એલઆઇજી યોજના અંતર્ગત વૈષ્ણોદેવી પાસે ખોડિયારનગર ખાતે 308 મકાનો બનાવવાની કામગીરી ચાલે છે.ઔડા દ્વારા હાલ એલઆઇજી, ઇડબલ્યુએસના મકાનો બનાવાઈ રહ્યા છે.

એસજી હાઇવે પર આવેલા વૈષ્ણોદેવી મંદિર પાસેના ખોડિયારનગર ગામમાં લોઅર ઇન્કમ ધરાવનાર અેટલે કે એકથી અઢી લાખની ઇન્કમ ધરાવનાર નાગરિકો માટે 308 જેટલા મકાનો બની રહ્યા છે. આ મકાનો માટે ઔડા દ્વારા આવકની મર્યાદામાં સમાવિષ્ટ લોકો પાસેથી અરજી મંગાવાઇ હતી. જેમાં 450થી વધુ નાગરિકોએ ફોર્મ ભર્યા હતા.