હૃદયરોગનાં ૩૨ ટકા દર્દીઓ ૪૦ વર્ષ કરતા ઓછી ઉંમરનાં:VIDEO

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બદલાતી લાઇફ સ્ટાઇલ અને સ્ટ્રેસ જેવાં કારણોસર દેશમાં હૃદયરોગનાં દર્દીઓનું પ્રમાણ વધવા પામ્યું છે. પરંતુ, ચોંકાવનારી વાત એ છે કે, હૃદયરોગનાં કુલ દર્દીઓમાંથી ૩૨ ટકા જેટલાં દર્દીઓ ૪૦ વર્ષ કરતા ઓછી ઉંમરનાં હોય છે. એટલું જ નહિ, હવે શહેરમાં ૨૦ વર્ષની યુવાન વયે પણ હાર્ટએટેક આવવાનાં કિસ્સા નોંધાવા પામ્યાં છે. રાજસ્થાન હોસ્પિટલનાં કાર્ડીયોલોજિસ્ટ ડૉ. હિતેશ શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં ચારથી પાંચ વર્ષોમાં પુરુષો સહિત મહિલાઓ અને યુવાનોમાં પણ હૃદયરોગનું પ્રમાણ વધવા પામ્યું છે. ખાસ કરીને અભ્યાસ અને વ્યવસાયમાં ઉચ્ચ પ્રદર્શનનો વધી રહેલો તણાવને લીધે લોકોમાં મેદસ્વીતા, હાઇબ્લડ પ્રેશર, ધ્રૂમપાન, દારૂ પીવાની લત, ડાયાબિટીસ, અને હાઇ કોલેસ્ટ્રોલનું સ્તર વધી રહ્યું છે. જેને પગલે હૃદય સંબંધી બીમારીઓ ધરાવતાં લોકોની સરેરાશ વય ૫૦ વર્ષથી ઘટીને ૪૦ વર્ષ થવા પામી છે.