તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાલક્ષ્મીજીને રીઝવવા અમદાવાદી ભાવિકોએ ધનપૂજન કર્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધનતેરસના દિવસે શુભ મુહૂર્ત મોડું હોવાને કારણે લોકોએ સાંજ બાદ કર્યું લક્ષ્મીપૂજન
- પૂજન ઉપરાંત ઘરોમાં થયું મહાલક્ષ્મીજીના હવનનું આયોજન


શુક્રવારે આસો વદ તેરસ એટલે કે ધનતેરસની ઉજવણી કરવામાં આવી હતી. હસ્ત નક્ષત્ર અને વૈદ્રુતિ યોગમાં શુક્રવારે મહાલક્ષ્મીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ધનતેરસના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં મહાલક્ષ્મી ધનપૂજન, શ્રી યંત્ર, કુબેરયંત્ર અને નવા યંત્રોની સ્થાપના-પૂજન કરવામાં આવ્યું હતું. શહેરના જાણીતા એવા મંદિરોમાં ધનેરસની ઉજવણ કરવામાં આવી હતી. લોકોએ ધન-ઐશ્વર્ય અને લક્ષ્મીની પ્રાપ્ત માટે પૂજન કર્યા હતાં. આરોગ્યની સુખાકારી માટે વૈદ્યો-ડોકટરો દ્વારા ધનવંતરી પૂજન પણ કરવામાં આવ્યુ હતું. લોકોએ રાત્રીના ૯ વાગ્યા બાદ સારૂ મુહૂર્ત હોવાથી મોડી લક્ષ્મીપૂજા કરી હતી. ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજીનો હવન કરવાનો વિશેષ મહિ‌મા હોવાથી ભાવિકોએ ઘરે લક્ષ્મીહોમનું આયોજન કર્યુ હતું.

ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજીની પૂજા ઉપાસના કરવાથી આર્થિ‌ક સમૃદ્ધિ પ્રાપ્ત થવાની સાથે કાયમી દરિદ્રતા પણ દુર થાય છે. શહેરના નગરદેવી ભદ્રકાળી માંના મંદિરે માતાજીને આ પ્રસંગે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સાંજે ધનતેરસની પૂજા કરવામાં આવી હતી. વિક્ટોરીયા ગાર્ડન પાસે આવેલા પ્રાચિન મહાલક્ષ્મીજીના મંદિરમાં શ્રી યંત્ર પૂજનનું પણ આયોજન કરાયુ હતું. સ્વામિનારાયણ મંદિરોમાં પણ આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનનું ષોઢષોપચારથી મહાપૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે સ્વામીનારાયણ ભગવાનનો પંચામૃતથી મહાઅભિષેક કરી પૂજન કરાયું હતું.