કિશોરી પર ત્રણ વખત દૂષ્કર્મ ગુજારાયું હતું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નારણપુરામાંથી ૧૩ વર્ષીય કિશોરીને ઉપાડી જનાર સ્નેહાના સાથી અને દુષ્કર્મ ગુજારનાર આરોપી યાકુબે બે વાર આણંદ અને એક વાર દમણમાં કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખૂલ્યુ છે. બીજી તરફ સ્નેહા અને યાકુબ કિશોરીઓના ફોટા દર્શાવી દલાલને વેચતા હોવાની વિગત પણ ખૂલી છે. આરોપીને અરજન્ટ ર્કોટમાં રજૂ કરવામાં આવતા ઇન્ચાર્જ મેજિસ્ટ્રેટે આરોપીના ૯ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા સરકારી વકીલે જણાવ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, કિશોરી પર દુષ્કર્મ ગુજારાયું હોવાનું ખુદ કિશોરીએ જણાવ્યું છે. આરોપીએ અન્ય કોઇ જગ્યાએ લઇ જઇ કિશોરી પર દુષ્કર્મ કર્યું છે, તેની સાથે બીજું કોણ કોણ સંડોવાયેલું છે તે સહિ‌તની વિગતોની તપાસ કરવી જરૂરી છે. આરોપીઓ બાળકો વેચતી ગેંગ સાથે સંકળાયેલા છે કે નહીં-સહિ‌ત વિવિધ મુદ્દાની તપાસ માટે ૧૪દિવસના રિમાન્ડ તેમણે માગ્યા હતા.