સમર ફેશન: ખાદી, લિનનની માગ ૨૦-૨પ ટકા વધી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખાદીએ ક્લાસિક, ટ્રેન્ડી સ્ટેટમેન્ટમાં સ્થાન બનાવી લીધું
- મોસમની સાથે સ્ટાઈલ સ્ટેટમેન્ટ્સ પણ બદલાતાં રહે છે. સમરમાં ડિસન્ટ અને ન્યૂટ્રલ કલર્સમાં મળવાવાળી ખાદી થઈ રી-ડિફાઈન થઈ રહી છે. સમરને કન્ફર્ટેબલ બનાવવા માટે ખાદી, લિનન, કોટન જેવા કૂલ ફેબ્રિકના ટ્રેન્ડી શેડ્સ ઉપલબ્ધ છે


સમરમાં સિઝનમાં ડીસન્ટ ફેબ્રિકસમાં લિનન, ખાદી અને કોટનનો અવતાર હિ‌ટ થઈ રહ્યા છે. સમર ફેશનના ડાયમેન્શનમાં એકદમ ક્રેઝી, પેપી અને વાઈબ્રન્ટ. ડીસન્ટ અને ન્યૂટ્રલ કલર્સમાં મળનારી ખાદી હવે રી-ડિફાઈન થઈ રહી છે. ખાદીએ ક્લાસિક લિજેન્ડરી અને ડીસન્ટ સ્ટફની સાથે ફેન્સી અને ટ્રેન્ડી સ્ટેટમેન્ટ સ્થાન બનાવી લીધું છે. લિનન અને કોટન ફેબ્રિક્સમાં પણ પ્રિન્ટ્સ, કટ્સ તેમજ સિફોનના ડ્રેપ્સને તેને કેઝ્યુઅલથી પાર્ટીવેર આઉટફીટ્સની કેટેગરીમાં લાવી દીધા છે. શહેરના જાણીતા શોરૂમ ઓનર્સના જણાવ્યા મુજબ ગરમી વધતાં ખાદી, લિનનની માગમાં ૨૦-૨પ ટકાનો વધારો થયો છે.

- સ્ટાર્સ પણ ખાદીમાં

મહાનાયક અમિતાભ બચ્ચન પણ પોતાની ભોપાલ ટૂર દરમિયાન ખાદીથી બનેલ કપડામાં જ જોવા મળ્યા. બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન પેટન્ટ સ્ટાઈલ સ્ટેટમેન્ટ સાડી પહેરે છે. તેઓ બ્રાઈટ કલર્સ વાળી ખાદી, સિલ્ક કે કોટનની સાડી વધુ પ્રિફર કરે છે. તો દીપિકા પાદુકોણ, કરીના કપૂર અને કેટરિના કૈફ પણ આ સિઝનમાં ખાદીને કમ્ફર્ટેબલ માને છે.

- કન્ફર્ટ ફેબ્રિક, ડિફરન્ટ કલર્સ અને વાઈડ રેન્જમાં સમર ફેશન

ફેબ્રિકપેટર્નકલરપ્રાઈઝ
કોટનટયૂનિક, કુર્તી, પટિયાલા સલવાર, સાડી અને કલેચેસટરક્વોઈઝ,સેપ ગ્રીન, રેડ,ગ્રીન, મેન્ગો૪૦૦- ૨૦૦૦
સિલ્કલોન્ગ કુર્તી, સાડીવાઈટ, લાઈટ પિન્ક, ક્રીમપ૦૦-પ૦૦૦
ખાદીકુર્તા, જેકેટ, વેસ્ટ કોટ્સ, શોર્ટસ, સાડી, શર્ટસ, ટયૂનિક્સપર્પલ, પર્શિ‌અન બ્લુ, પિન્ક, ઓરેન્જ, ફ્લોરોસેંટ૧૦૦૦-૪૦૦૦
લિનનટ્રાઉઝર, શર્ટ, વેસ્ટ કોટ, કુર્તીમિલિટ્રી ગ્રીન, લેમન યલો, મરૂન, લાઈટ પિન્ક, મજેન્ટાપ૦૦-પ૦૦૦