અ'વાદઃ પ્રાચીન સાંઇ મંદિરમાં વર્ષમાં માત્ર એક વખત થાય છે કાકડ આરતી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિશેષતા: વર્ષ ૧૯૬પમાં બનેલું આ મંદિર રાજ્યનું સૌથી પ્રાચીન સાંઈ મંદિર છે
- સાંઇબાબાની ૯પમી પુણ્યતિથિ નિમિત્તે પરોઢિયે કાકડ આરતી થશે


શહેરના મધ્યમાં આવેલા ખાડિયા-રાયપુર વિસ્તારમાં બાલાહનુમાન પાસે ગુજરાતનું સૌથી પ્રાચીન સાંઇ મંદિર આવેલું છે. ૪૭ વર્ષ જૂના આ સાંઇ મંદિર ખાતે સાંઇબાબાની પુણ્યતિથિ એટલે કે માત્ર દશેરાના દિવસે વહેલી સવારે કાકડ આરતી કરે છે. વર્ષમાં એક જ વાર આ આરતી થતી હોઇ આ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારે આરતી ઉતારવા માટે આવે છે.

ખાડિયા ખાતેનું આ સાંઇબાબાનું મંદિર ૧૯૬પના વર્ષમાં બનાવવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટી ભૂષણભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે સાંઇબાબાની આ મૂર્તિ‌નું સ્વરૂપ શિરડીના સાંઇબાબા જેવું જ છે. ત્યાં કરતાં અહીંયાની સાંઇબાબાની પ્રતિમા થોડીક યુવાન લાગે છે. આ મંદિરની પ્રતિમા પણ ૪૭ વર્ષ જૂની છે.

રવિવારે દશેરાના રોજ સાંઇબાબાની ૯પમી પુણ્યતિથિ છે જે નિમિત્તે મંદિરમાં પૂજનનું આયોજન કરાયું છે અને ત્યારબાદ તેમની શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. મંદિરના ટ્રસ્ટી મિલનભાઇ પંચોલીએ જણાવ્યું હતું કે, શિરડીમાં જે પ્રકારે સાંઇબાબાની આરતી -પૂજન કરવામાં આવે છે તે જ અહીંયા પૂજા કરવામાં આવે છે.