• Gujarati News
  • Jodhpur bandra Premium Train 18 Passenger And 18 Staff

ધોળો હાથી : જોધપુર-બાંદ્રા પ્રીમિયમ ટ્રેનમાં 18 પેસેન્જર, 18નો સ્ટાફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: પેસેન્જરોની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા મોટા ઉપાડે જાહેર કરાયેલી પ્રીમિયમ ટ્રેનો સફેદ હાથી હોય તેમ પહેલા જ ફેરામાં ટ્રેનો ખાલી દોડાવવી પડી છે. બુધવારે જોધપુરથી બાંદ્રા જવા ઉપડેલી 16 કોચની અને 1044 પેસેન્જરોની ક્ષમતા ધરાવતી સુપરફાસ્ટ ટ્રેન 18 પેસેન્જરો સાથે જોધપુરથી ઉપડી હતી અને બાંદ્રા પહોંચી ત્યારે તેમાં માત્ર 41 પેસેન્જરો હતા. આશ્રર્યની વાત તો એ છે કે આ ટ્રેન જોધપુરથી ઉપડી ત્યારે તેમાં જેટલા પેસેન્જરો હતા તેટલા રેલવે કર્મચારીઓ પણ હતા.

- 16 કોચમાં 1044ની પેસેન્જરની ક્ષમતા સામે ટ્રેન બાંદ્રા પહોંચી ત્યાં સુધીમાં ફક્ત 41 પેસેન્જર
- ઊંચા ભાડાં અને લોકોને માહિતી ન હોવાથી ટ્રેન ખાલી
- અમદાવાદ-પટણા પ્રીમિયમ ટ્રેન પણ 50 ટકા ખાલી ગઈ

જોધપુર - બાંદ્રા પ્રીમિયમ સુપરફાસ્ટ ટ્રેનમાં કુલ 16 કોચ જોડવામાં આવ્યા હતા. જેમાં 6 કોચ સેકન્ડ એસીના જ્યારે 10 કોચ થર્ડ એસીના હતા. એટલે કે સેકન્ડ એસી કોચમાં કુલ પેસેન્જરોની ક્ષમતા 324ની જ્યારે થર્ડ એસીમાં પેસેન્જરોની ક્ષમતા 720ની હતી. જેની સામે આ ટ્રેન જોધપુરથી ઉપડી ત્યારે સેકન્ડ એસીમાં કુલ 4 પેસેન્જર હતા જ્યારે થર્ડ એસીમાં 14 પેસેન્જર એટલે કે ટ્રેનમાં કુલ 18 પેસેન્જર હતા. જ્યારે તેની સામે ટ્રેનમાં 3 ટીટીઈ, બે ડ્રાઈ‌વર, લીનન કર્મચારી, કોચ એટેન્ડેન્ટ, કેટરિંગ કર્મચારીઓ મળી લગભગ દોઢ દઝન રેલવે કર્મચારીઓ હતા.

ગુરુવારે અમદાવાદથી પટના જવા ઉપડેલી પ્રીમિયમ ટ્રેન લગભગ 50 ટકા ખાલી ગઈ હતી. જેમાં સેકન્ડ એસીમાં 81 સીટ એટલે કે લગભગ દોઢ કોચ, થર્ડ એસીમાં 288 સીટ એટલે કે 4 કોચ અને સ્લીપરમાં 279 સીટ એટલે કે લગભગ 4 કોચ ખાલી ગયા હતા. વધુમાં આ ટ્રેનના ભાડા પણ રેગ્યુલર ભાડા કરતા લગભગ ડબલ થઈ ગયા હતા. બીજીબાજુ ગુરુવારે જ અમદાવાદથી વારાણસી અને અલ્હાબાદ માટે ઉપડેલી ટ્રેનોમાં 300થી વધુ લાંબુ વેઈટિંગ લિસ્ટ હોવાની સાથે તેમાં બેસવા માટે લોકોને જગ્યા મળતી નથી.
આગળની સ્લાઈડમાં વાંચો પ્રીમિયમ ટ્રેનમાં દર 10% બુકિંગે ભાડામાં 20% વધારો થાય છે,
પટણા માટે 1210થી 3585 ભાડું....