‘સલામ છે તારી ખુદાઈને વગર ઈબાદતે ફરીસ્તાઓ મોકલી આપે છે’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સવારનો સમય હતો, હજી તો નાનકડું ટાઉન હોવાને કારણે આ નગરને શહેરોની જેમ દોડવાની ઉતાવળ ન્હોતી, પોલીસ કન્ટ્રોલ રૂમનો સ્ટાફ પણ શિફટ ચેઈન્જ કરી હોવાને કારણે નવો સ્ટાફ ડ્યૂટી આવ્યો હતો. ત્યાં જ ફોનની ઘંટડી રણકી સબઈન્સ્પેકટરે ફોન ઉપાડતા કોઈએ હિન્દી ભાષામાં કહ્યું ‘સા’બ પોલીસ લાઈન મેં ટ્રેકટરોં કી લંબી લાઈના લગીએ, આપ કે કોન્સ્ટેબલ રાજેન્દ્ર ગાડગે રામ મંદિર કે લીયે ઈંટા એકઠી કર રહે હૈ’ ફોન કરનારે પોતાનો પરિચય આપ્યા વગર ફોન કટ્ટ કરી નાખ્યો. સબઈન્સ્પેકટર વિચારમાં પડી ગયો, તેને ફોન કરનારે જે માહિતી આપી તેની ગંભીરતા સમજાતી હતી. આ વાત ૧૯૯૨ના અરસાની હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું આહ્વાન કર્યું હતું અને તેના માટે ગામે-ગામથી ઈંટો એકત્ર કરી અયોધ્યા મોકલવાની હતી આ કામ કોઈ આમ નાગરિક કરે તેની સામે કોઈને કોઈ વાંધો હોવો જોઈએ નહીં પણ અહીંયા તો રાજેન્દ્ર ગાડગે આ કામ કરી રહ્યો હતો અને તે પોતે એક પોલીસ કર્મચારી હતો.

સબઈન્સ્પેકટરે થોડો વિચાર કરી તરત ફોન ઉપાડ્યો અને ડીએસપી ઈકબાલ મન્સૂરીને ફોન જોડ્યો પહેલુ વાક્ય ‘સર’થી શરૂ કર્યું અને ‘સર’થી પૂરું કર્યું, થોડીક જ મિનિટોમાં પોલીસના વાહનો પોલીસ લાઈનમાં દાખલ થયા કારમાંથી ઉતરતા જ ડીએસપી ઈકબાલ મન્સૂરીએ ગુસ્સામાં ત્રાડ પાડી ‘રાજેન્દ્ર શું ચાલી રહ્યું છે?’ રાજેન્દ્રએ ખાખી પેન્ટ પહેરેલી હતી, પગમાં લાલ ક‹ન્વાસના બૂટ અને સફેદ ગંજી પહેરી હતી. તેણે અવાજની દિશામાં જોયું અને હાથમાં રહેલી ઈંટ બાજુની ઈંટોની થપ્પી ઉપર મૂકતા સાવધાન પોઝિશનમાં આવી. ડીએસપી સામે જોતા કહ્યુ‘ જયહિન્દ સર’ મન્સૂરીએ ફરી ગુસ્સામાં પૂછ્યું ‘ આ શું કરે છે’ રાજેન્દ્રએ પૂરી સ્વસ્થતાથી કહ્યું ‘સર અયોધ્યાયામાં રામમંદિર બનાવવાનું છે’ પછી થોડો વિચાર કરી કહ્યું ‘મને લાગે છે કે તેમાં કોઈને વાંધો હોવો જોઈએ નહીં’ મન્સૂરીએ જોયું આજુબાજુ ખાસ્સા લોકો હતા. એટલે જાહેરમાં વાત કરવાનો અર્થ ન્હોતો, તેમણે આદેશાત્મક ભાષામાં કહ્યું ‘તું આફિસ આવી જા’.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ