સોમવારે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગન્નાથજી મંદિરની પારંપરિક ૧૩પમી રથયાત્રા અગાઉ સોમવારે સવારે જળયાત્રા નીકળશે. ચોથી જૂને જેઠ સુદ પૂનમને સોમવારનાં રોજ સવારે ૮.૦૦ વાગ્યે આ જળયાત્રા જગન્નાથજી મંદિરથી નીકળીને સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરનાં આરે ગંગાપૂજન કરવા વરઘોડા સ્વરૂપે જશે. ગંગાપૂજન પછી ૧૦૮ કળશમાં જળ ભરીને લાવવામાં આવશે.