પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા નહિ ખસેડાય, ટ્રસ્ટ્રીઓ-ભાવિકો વચ્ચે થયું’તુ ઘર્ષણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(જૈન દેરાસરમાં પોલીસનો બંદોબસ્ત)
શ્રદ્ધા :ગોમતીપુરની પ્રાચીન ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાને બોપલ લઈ જવાની હતી

અમદાવાદ : ગોમતીપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરમાંથી મૂળનાયકની પ્રતિમાનું સ્થળાંતર આંબલી રોડ પર બનેલા નવા દેરાસર ખાતે ગુરુવાો કરવાનું હતું, પરંતુ ભાવિકોએ બુધવાર રાતથી ઉગ્ર વિરોધ કરી ટ્રસ્ટીઓને મૂર્તિ ત્યાંથી ખસેડવાની ના પાડી દેતા મામલો બીચક્યો હતો. જ્યાં સુધી ટ્રસ્ટીઓ દેરાસરમાંથી ચાલ્યા ન જાય ત્યાં સુધી ભાવિકોએ ત્યાંથી હટવાની ના પાડી દીધી. આખરે ટ્રસ્ટીઓએ હાલ મૂર્તિનું સ્થળાંતર કરવાનું ટાળ્યું હતું.

વર્ષોથી પૂજા કરી રહ્યા છીએ તો શા માટે પ્રતિમાજી અહીંથી ખસેડવી: ભાવિકો
- અમે અહીં વર્ષોથી પૂજા કરીએ છીએ. તંગદિલી વખતે પણ અમે તેની રક્ષા કરી હતી. તો શા માટે પ્રતિમાજીને ખસેડો છે. > સ્થાનિકો, ગોમતીપુર
- દેરાસરમાં રોજ 4-5 લોકો દર્શન માટે આવે છે. ત્યાં આસપાસ બાંધકામ પણ બહુ થઈ ગયું છે,જેથી રસ્તો સાંકડો થઈ ગયો છે અને વધુ લોકો પ્રતિમાનાં દર્શન કરી શકે તે માટે સ્થળાંતર જરૂરી છે. -અશોક શાહ, ટ્રસ્ટી
આગળ વાંચો બંને પક્ષે સમાધાન થઈ ગયું, મામલો શો હતો?