• Gujarati News
  • Jain Samaj Parisavand Held At Ahmedabad Sardar Patel Smarak Trust

ગુજરાતમાં જૈનોને લઘુમતીનો દરજ્જો ક્યારે મળશે : રતન જૈન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માગણી: લઘુમતી કોમના દરજ્જાથી જૈનોને મળનારા લાભ અંગે પરિસંવાદ

અમદાવાદ : જૈન સમાજને ધર્મના આધારે મળેલા લઘુમતી કોમના દરજ્જાથી મળતા લાભોની માહિતી જૈન સમાજના લોકોને મળે તે હેતુથી રવિવારના રોજ શહેરના સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ ખાતે પરિસંવાદનું આયોજન કરાયું હતું. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ. જી. શાહ,મેમ્બર ઓફ પાર્લામેન્ટ દિલીપ ગાંધી, તામિલનાડુ માઇનોરિટી કમિશનના મેમ્બર સુધીર લોઢા અને દિલ્હીના જૈન અગ્રણી રતન જૈન ઉપસ્થિત રહ્યા હતાં. જૈન સમાજને કેન્દ્ર સરકારે લઘુમતીનો દરજ્જો આપ્યો છતાંય રાજ્ય સરકારો દ્વારા આ બાબતે ઉદાસીનતા દાખવાઈ રહી છે.

રતન જૈને જણાવ્યું કે, જૈનોને મળેલા લઘુમતી કોમની માન્યતાથી આપણે હિંદુથી અલગ થતા નથી. ભારતના બંધારણમાં શીખ, બૌદ્ધ અને જૈનોને હિંદુ જ માનવામાં આવે છે. તેનાથી તીર્થોમાં સરકારનો હસ્તક્ષેપ નહીં રહે. આપણે આપણી કોલેજ-સ્કૂલો બનાવી શકીશું, જેમાં ધર્મનું શિક્ષણ આપી શકીશું. આપણને આર્થિક રીતે ભલે કોઇ સરકારી સહાયની જરૂર નથી, પણ આપણા તીર્થો-દેરાસરો અને આરાધ્ય સ્થાનોની રક્ષા તથા આપણી સંસ્કૃતિ રીતભાતના રિવાજ માટે એક કાનૂની રક્ષણ મળે તે જરૂરી છે.
કેન્દ્ર સરકારે તો લઘુમતીનો દરજ્જો આપી દીધો પણ રાજ્ય સરકારો આ દરજ્જો આપવામાં પાછી પાની કરી રહી છે. તામિલનાડુ માઇનોરિટી કમિશનના મેમ્બર સુધીર લોઢાએ જણાવ્યું હતું કે, સંતાનોને વિદેશ ભણવા માટે સરકાર નાણાં આપશે. લઘુમતી કોમના માઇનોરીટી કમિશન હેઠળ રજિસ્ટર્ડ થયેલી જૈન એનજીઓની તમામ યોજનાઓને સરકાર સહાય કરશે. સંસદસભ્ય દિલીપ ગાંધીએ જણાવ્યું હતું ધર્મના આધારે મળેલી લઘુમતી કોમના સ્ટેટ્સથી આપણને લોકો માનથી જોશે.
આગળ વાંચો યુએસ સાથે જૈન વિદ્યાર્થીનું સ્ટુડન્ટ એક્સચેન્જ, ભીક્ષુ આરોગ્યમ્ મેડિક્લ ક્લિનિકનો પ્રારંભ કરાશે