ઇશરત કેસઃ પી.પી. પાંડેને સાદિક કેસમાં પણ આરોપી બનાવાય તેવી શક્યતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઇશરત એન્કાઉન્ટર કેસના ભાગેડુ આરોપી
- સાદિકને ડફનાળા બંગલા નંબર-૧પ ખાતે પાંડેની ઓફિસમાં રખાયો હતો

- પી.પી. પાંડેને સાદિક કેસમાં પણ આરોપી બનાવાય તેવી શક્યતા
- જાવેદના વકીલનો દાવો

ઇશરત એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જાવેદ શેખના વકીલ મુકુલ સિંહાએ પોતાના ફેસબૂક પર નિવૃત્ત ડીવાયએસપી ડી. એચ. ગોસ્વામીનું નિવેદન મૂક્યું હતું. જેમાં ગોસ્વામીએ દાવો કર્યો હતો કે વણઝારાએ અન્ય એક અધિકારી જી.એલ.સિંઘલને ૧૪મી જૂન ૨૦૦૪ના રોજ કહ્યું હતું કે એન્કાઉન્ટર માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તરફથી તેમણે મંજૂરી મેળવી લીધી છે.

ફેસબૂક પેજ પર સિંહાએ જણાવ્યું હતું કે કલમ ૧૬૪ હેઠળનું ગોસ્વામીનું નિવેદન ચાર્જશીટનો હિ‌સ્સો છે. જેમાં જણાવાયું છે કે ૧૨મી જૂન ૨૦૦૪ના રોજ સાંજે ૭:૩૦થી ૮:૩૦ની વચ્ચે સિંઘલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ ગયા ત્યારે વણઝારા, પાન્ડે, રાજેન્દ્ર કુમાર હાજર હતા. તેઓ તૌઇબાના ઓપરેશન અંગેની વાતમાં રાજેન્દ્ર કુમારે તે અંગે મુખ્યમંત્રી સાથે વાત કરવા વણઝારાને કહ્યું હતું. ત્યારે વણઝારાએ કહ્યું કે તેણે સફેદ દાઢી અને કાળી દાઢી સાથે વાત કરશે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...