તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Isharat Encounter: Now Sward On The Officials Of Fsl?

ઈશરત એન્કા.: દેશની નજર ગુજરાત પર, હવે FSLના અધિકારીઓનો વારો?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એફએસએલના અધિકારીઓએ એન્કાઉન્ટર વખતે વપરાયેલી પિસ્ટૉલની કાર્ટિ‌ઝ બદલી દીધી હતી

દેશભરના લોકોની નજર જેના પર છે તેવા ઇશરતજહાં એન્કાઉન્ટર કેશની તપાસ કરી રહેલી સીબીઆઇએ બુધવારે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી જેમાં આ બોગસ એન્કાઉન્ટર હોવાની કેફિયત રજૂ કરી છે. જોકે હવે પોલીસ અધિકારીઓ બાદ સીબીઆઇ ગુજરાત એફએસએસના અધિકારીઓને પણ ઝપટમાં લેવાની તૈયારી કરી રહી હોવાનું જાણી શકાયુ છે. એફએસએસના અધિકારીઓએ બોગસ એન્કાઉન્ટર કરનાર પોલીસ અધિકારીઓને બચાવવા માટે બે પિસ્ટલના કાર્ટિ‌સ બદલી હોવાના અને ઘટનાસ્થળના પ્રથમ ફોટો ગ્રાફ સાથે પણ ચેડા કર્યા હોવાના સીબીઆઇને સજ્જડ પુરાવા મળી ગયા છે હવે જોવાનું એ રહ્યું સીબીઆઇ એફએસએલના અધિકારીઓને ક્યારે સકંજામાં લે છે.

મુખ્યમંત્રી પર હમલો કરવા આવેલા યુવતી સહિ‌તના ચાર આતંકવાદીઓને ક્રાઇમ બ્રાંચના ડીઆઇજી ડી.જી.વણઝારાની આગેવાની હેઠલ તેમની ટીમે કોતરપુર વોટર વર્કસ પાસે એન્કાઉન્ટર કરી ઠાર કર્યા હતા. જો કે આ પ્રકરણની તપાસ કરી રહેલી સીબીઆઇએ કોર્ટમં ચાર્જશીટ ફાઇલ કરી જેમાં વણઝારાની ટીમે આ ઠંડા કલેજે કરેલી હત્યા હોવાનો રિપોર્ટ રજૂ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ