• Gujarati News
  • Isarat Encounter Case : DySP N K Amin Filed Application For Bail

‘ઇશરત કેસના મુખ્ય સૂત્રધારને જામીન આપો તો મને કેમ નહીં?’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તત્કાલીન DySP એન.કે.અમીનની જામીન માટે રજૂઆત

અમદાવાદ : ઇસરત જહાં એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરાયેલા તત્કાલીન ડીવાય.એસપી. એન.કે.અમીનની કાયમી જામીન અરજી પરની સુનાવણીમાં અમીનના એડવોકેટે દલીલ કરી હતી કે વણઝારા જેવા મહત્વની ભૂમિકા ભજવનારાને કોર્ટ જામીન અાપે છે, તો મને પણ જામીન આપવા જોઇએ.અમીનની અરજી પર સુનાવણીમાં તેમના એડવોકેટ પ્રયેશ લિમ્બાચિયાએ રજૂઆત કરી કે, એન્કાઉન્ટર માટે મિટિંગથી માંડીને અંત સુધી વણઝારાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. મેં તો માત્ર ઉપરી અધિકારીની સૂચનાનું પાલન કર્યું છે. કથિત આઇએસઆઇ ત્રાસવાદી ઝીશાન જૌહરને ક્યાંથી લવાયો હતો તેની મને કોઇ જાણ નથી.

એન્કાઉન્ટર સમયે ત્રાસવાદીઓ પાસેથી જપ્ત કરાયેલા આધુનિક હથિયારો ક્યાંથી લવાયા તેનોે સીબીઆઇની ચાર્જશીટમાં પણ ઉલ્લેખ નથી. ઇશરત અને પ્રણેશ પિલ્લાઇને વાસદ ચોકડીથી અપહરણ કરી લાવવાનો આક્ષેપ મારી પર ખોટો લગાવવામાં આવ્યો છે. ઉપરાંત હું જુદી જુદી બીમારીઓથી પિડાઇ રહ્યો છું. તેથી મને જામીન આપવા જોઇએ. સુનાવણીમાં અરજદારે સીબીઆઇની તપાસ પર કરેલા આક્ષેપ પર જવાબ રજૂ કરવા માટે સીબીઆઇએ સમયની માગ કરતા આ અંગેની વધુ સુનાવણી સ્પે.સીબીઆઇ કોર્ટના જજ કે.આર.ઉપાધ્યાયે સોમવારે નિયત કરી છે.