તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંગડિયા પેઢીના કર્મચારીઓની પૂછપરછ : પ્રોફેશનલ ગેંગની આશંકા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા બગોદરા હાઇવે પર રાત્રે આંગડિયા પેઢીના પૈેસા અને સોનું લઇને જતા આઇસર ટેમ્પોને આંતરીને છ ધાડપાડુઓ ડ્રાઈવર ક્લીરનને બાનમાં લઇને કરોડો રૂપિયા રોકડ અને કરોડોના સોના સાથે ટેમ્પો લઇને ભાગી ગયા હતા. જોકે ગણતરીના કલાકોમાંજ ડીસા નજીકથી ટેમ્પો ઝડપાયો હતો. પરંતુ તેમાંની મત્તા ગુમ હતી. આ પ્રકરણની ફરિયાદ નોંધી હાલ એલસીબીએ તપાસ આદરી છે. પોલીસે આ પ્રકરણમાં ઇશ્વર બહેચર આંગડિયા પેઢીના કર્મચારી તથા અન્ય એક પેઢીના હોદ્દેદારોની પૂછપરછ કરી હતી. પોલીસે લૂંટના સ્થળેથી છેક ડીસા સુધીના રોડ પરના તમામ ટોલ બુથ ચેક કરતાં એક પણ બુથ પર તેના ફૂટેજ જોવા મળ્યા નહોવાથી આ પ્રોફેશનલ ધાડપાડુઓ હોવાનું પોલીસ માની રહી છે.

અમદાવાદની આઠેક આંગડિયા પેઢીના કરોડો રૂપિયા રોકડ અને કરોડો રૂપિયાનું સોનું આઇસર ટેમ્પોમાં લઇને રાજકોટ જઇ રહેલા ક્લીનર અને ડ્રાઇવરને બાવળા -બગોદરા રોડ પર બગોદરા નજીક જીપમાં આવેલા છ ધાડપાડુઓએ અટકાવ્યા હતા અને તેમને બાનમાં લઇને ધાડપાડુઓ કરોડો રૂપિયાની મત્તા સહિ‌ત આઇસર ટેમ્પો લઇને ભાગી ગયા હતા.

જોકે ટ્રકમાં કેટલા રૂપિયાનો મુદ્દામાલ હતો તે આંગડિયા પેઢીના સંચાલકો ફોડ પાડતા ન હોવાથી પોલીસ પણ મુઝાઇ હતી. જોકે આખરે બીજા દિવસે ૬.૮૬ કરોડ રૂપિયાની મત્તા લૂંટાઇ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ આ પ્રકરણની તપાસ શરૂ કરી છે.

સાથે સાથે પોલીસે બગોદરાથી લઇને છેક ડીસા સુધીના રોડ પર આવતા તમામ ટોલબુથ ચેક કરીને તેના ફૂટેજ ચેક કર્યા હતા પરંતુ એક પણ બુથ પરથી ટેમ્પો પસાર ન થયો હોવાથી તેના ફૂટેજ મળ્યા નથી.