ઈન્ડિયન પોટ્રેટ-5 એક્ઝિબિશન: પ્રદર્શનમાં જોવા મળશે રવિ વર્માના સમકાલીનોનું વર્ક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી હેરિટેજ વીકનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અમૂલ્ય હેરિટેજ સમાન વિખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના સમકાલીન ચિત્રકારોએ કરેલા પોટ્રેટની ગાથા અનિલ રેલિયા દ્વારા રજૂ કરવામાં આવી છે. અહીં શહેરના જાણીતા ચિત્રકારો પાસેથી આ કૃતિઓની વિશેષતા વાચકો સમક્ષ બહાર લાવવાનો પ્રયાસ સિટી ભાસ્કર દ્વારા કરવામાં આવ્યો છે.

અમદાવાદ : હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં કોલોનિઅલ ઈન્ફ્લુઅન્સ ઓન રાજા રવિ વર્મા એન્ડ હિ‌ઝ કન્ટેમ્પરરી ટાઈટલ હેઠળ ઈન્ડિયન પોટ્રેટ-5 એક્ઝિબિશનની શરૂઆત થઈ છે. ઉદઘાટન પ્રસંગે શહેરના જાણીતા ચિત્રકારો પણ હાજર રહ્યા હતાં. આ એક્ઝિબિશનમાં ગુજરાતના રવિશંકર રાવળ સહિ‌ત રાજા રવિ વર્મા, પેસ્તનજી બોમનજી, પીઠાવાલા, ત્રિનીદાદ, એ.એચ.મુલર, લાલકાકા, રૂસ્તમજી સિસોદિયા, કુંદનલાલ મિસ્ત્રી સહિ‌તના કલાકારોના 85 પોટ્રેટ રજુ થયા છે. એક્ઝિબિશન 23 નવેમ્બર સુધી હઠીસિંહ ઉપરાંત અમદાવાદની ગુફા અને કનોરિયા આર્ટ સેન્ટરમાં પણ 4થી 8 દરમ્યાન જોઈ શકાશે.

ધ ઈન્ડિયન પોટ્રટ-5
ઈન્દુમતિ શોધન (પોટ્રેટમાં ગોરી બહેનની બાજુમાં બેઠેલી છોકરી છે એ જ) બેરોનેટ કુટુંબના દિકરી છે. તે મારા માતૃશ્રી પણ ખરા. વડોદરાના ગાયકવાડના રાજકલાકાર અને ગોવાના આર્ટિ‌સ્ટ ફૈજી રાહિમે ૧૯૧૦માં આ પોટ્રેટ કરેલું. -ગૌરીબહેન શોધન