અત્યારે ટેક્સ ભરાવી દો બાદમાં રિફંડ માંગી લેજો, ટાર્ગેટ પૂરો કરવા રઘવાયા બન્યા અધિકારીઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યારે ટેક્સ ભરાવી દો બાદમાં રિફંડ માંગી લેજો
- ઈન્કમટેક્સનો ટાર્ગેટ પૂરો કરવા રઘવાયા બનેલા અધિકારીઓ

ઈન્કમટેક્સ એડવાન્સ ટેક્સનો અંતિમ હપ્તો ભરવાને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે એક એક કન્સલ્ટન્ટસને પ૦-પ૦ ફોન કરીને કરદાતાના નામ સાથે વધુ ટેક્સ ભરાવવા માટે ઈન્કમટેક્સ વિભાગે દબાણ શરૂ કર્યુ છે. રઘવાયા બનેલા અધિકારીઓએ કયા કરદાતા પાસે કેટલો ટેક્સ ભરાવવાનો છે તેનો આંકડો આપી રહ્યા છે તેના કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને એડવોકેટસની ઊંઘ હરામ થઈ ગઈ છે. પ્રથમ વખત કન્સટલ્ટન્સ પર દબાણ થઈ રહ્યું છે.

ગુજરાતમાંથી ૩૧,૮૦૦ કરોડ રૂપિયા ઈન્કમટેક્સ પેટે એકઠા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ વર્ષે ટોપ ૧૦ કરદાતાઓના ટેક્સમાં મોટું ગાબડું પડયું છે. જીએસપીસી જે વર્ષમાં ૩૦૦ કરોડ ટેક્સ ભરે છે તેમણે આ વર્ષે ૯ કરોડ જ ટેક્સ ભર્યો છે. આ ઉપરાંત અન્ય જાહેર ક્ષેત્રમાંથી કેટલીક કંપનીઓએ ગત વર્ષની સરખામણીએ ઓછો ટેક્સ ભર્યો છે.

'રોજના પ૦ ફોન’
અત્યારે અમારી ઓફિસ પર કરદાતાઓ પાસે વધુમાં વધુ એડવાન્સ ટેક્સ જમા કરાવવા માટે રોજના પ૦ ફોન આવે છે. ગત વર્ષે જેટલો ટેક્સ ભર્યો હતો તેટલો ટેક્સ આ વર્ષે ભરવા નોટિસ નીકળે છે. આ વર્ષે નાણાંભીડ છે. આમ છતાં ઉપરથી દબાણ છે તેવું કહીને ટેક્સ ભરાવડાવાય છે.’ સુનિલ તલાટી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

કાગળો પણ લખાયા

સામાન્ય રીતે કરદાતાઓને કાગળો લખવામાં આવે છે પરંતુ પ્રથમ વખત આઈટીઓએ ટેક્સ કન્સલ્ટન્ટસને પણ એડવાન્સ ટેક્સ વધુ ભરાવવા માટે કાગળો લખવામાં આવ્યા છે. આ ઉપરાંત ફોન કરીને, રૂબરૂ બોલાવીને બે આંખની શરૂમ બતાવીને કન્સલ્ટન્ટસને પોતાના ક્લાઈન્ટસ પાસે વધુ ટેક્સ ભરાવવા માટે સમજાવાય છે.’ પ્રમોદ પોપટ, ટેક્સ કન્સલ્ટન્ટ