યુનિવર્સિ‌ટીના ૧૭ પ્રકલ્પોનું આજે શિક્ષણમંત્રીના હસ્તે ઉદઘાટન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે ક્વાયત હાથ ધરાઈ વિવિધ પ્રકારના પ્રકલ્પોની પાછળ આશરે આઠ કરોડનો ખર્ચ થયો છે એકવીસમી સદીના હાઈટેક્નોલોજી યુગમાં ગુજરાત યુનિવર્સિ‌ટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હાઈટેક સાધનો તેમજ અતિઆધુનિક માળખાકીય સવલતોની મદદથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે સત્તાવાળાઓએ કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિ‌ટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાયેલ વિવિધ ૧૭ જેટલા પ્રકલ્પોનું સોમવારે સવારે ૧૦.૩૦ કલાકે શિક્ષણમંત્રી રમણલાલ વોરાના હસ્તે ઉદ્ઘાટન કરાશે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિ‌ટી કેમ્પસમાં આવેલ ઝૂઓલોજી ડિપાર્ટમેન્ટના ઓડિટોરિયમમાં વિશેષ સમારોહ યોજાશે. ગુજરાત યુનિવર્સિ‌ટીના કુલપતિ ડો. પરિમલ ત્રિવેદીએ જણાવ્યું છે કે,'શિક્ષણમંત્રી રમણલાલ વોરાના હસ્તે સોમવારે સવારે ૧૦.૩૦થી ૧૧.૧૦ દરમિયાન તેમજ ૧૧.૧પથી ૧૨ દરમિયાન વિવિધ પ્રકારના ૧૭ જેટલા પ્રકલ્પોનું ઉદ્ઘાટન થશે. આ વિવિધ પ્રકારના પ્રકલ્પોની પાછળ આશરે રૂ. આઠ કરોડનો ખર્ચ થયો છે.’ શિક્ષણમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે તે પ્રકલ્પોની વિગતો : ૧. ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોર એકેડમિક સ્ટાફ કોલેજ ૨. રફ્તાર નામનું ૪૦,૦૦૦ વોલ્ટનું હાઈમાસ્ટ સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ ૩ સંજ્ઞાન ઓડિટોરિયમ ઓફ લાઈબ્રેરી એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ ૪. માનુષી વુમન્સ ડેવલપમેન્ટ સેલ, પ. સ્નેહ છાયા ડે કેર સેન્ટર, ૬. જીવિકા એમ્પ્લોયમેન્ટ બ્યુરો, ૭.દીપ્તિજ હાઈ ટેક કમ્પ્યૂટર લેબોરેટરી(૪૦૦ કમ્પ્યૂટર સાથેનું), ૮.ઓડિટોરિયમ ઓફ ફિઝિક્સ ૯.ઓડિટોરિયમ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ બાયો ટેક્નોલોજીનો ૧૦. શોધગંગા પ્રોજેક્ટ અંગેના એમઓયુ ૧૧.ઉદિતા ફિટનેસ સેન્ટર ૧૨.મુદિતા હેલ્થ સેન્ટર ફોર ગર્લ્સ ૧૩. ઈ-પ્રજ્ઞાન ડિજિટલ લેબોરેટરી ૧૪. ઈ ભુવન ગુજરાત યુનિવર્સિ‌ટી ડોમેન ૧પ.ગુજરાત યુનિવર્સિ‌ટી એલ્યુમનિ એસો.નું પણ ઉદ્ઘાટન કરાશે. ૧૬. કવચ કેમ્પસ ઈન્ટરનેટ યુસેઝ મોનિટરિંગ એન્ડ કન્ટ્રોલિંગ સિસ્ટમ ૧૭. ગુજરાત યુનિ એલ્યુમનિ એસો.નું લોન્ચિંગ