• Gujarati News
  • Imran Khan And Kangna Rannot Film Shooting On Ahmedabad Airport

અમદાવાદ એરપોર્ટ પર ઇમરાન-કંગનાની ફિલ્મનું શૂટિંગ, કલાકનો 28 હજાર ચાર્જ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હાલ ફિલ્મ કટ્ટી બટ્ટીનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં હીરો તરીકે મુખ્ય ભૂમિકામાં ઇમરાનખાન અને હિરોઈન તરીકે મુખ્ય ભૂમિકામાં કંગના રનોત કામ કરી રહ્યા છે. શુક્રવારથી ત્રણ દિવસ સુધી ચાલનારા આ ફિલ્મના શૂટિંગ માટે એરપોર્ટ ખાતે ખાસ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. મુંબઈ કે દિલ્હી એરપોર્ટ પર શૂટિંગ માટેનો ચાર્જ વધી જતા ધીમે ધીમે ફિલ્મના પ્રોડ્યુસર તેમજ ડાયરેક્ટર હવે અમદાવાદ એરપોર્ટ તરફ વળી રહ્યા છે.

- મુંબઈ એરપોર્ટ પર શૂટિંગ ચાર્જ લાખોમાં થતો હોવાથી અમદાવાદ એરપોર્ટ પર ફિલ્મોના શૂટિંગનો વધતો ક્રેઝ
- અગાઉ એરપોર્ટ પર ‘ડી-ડે’, ‘ખ્વાહીશ’નું શૂટિંગ થયું હતું

એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, મુંબઈ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપની દ્વારા કરવામાં આવે છે જેના કારણે ત્યાં શૂટિંગનો ચાર્જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એરપોર્ટ પરના ચાર્જ કરતા લગભગ ત્રણ ગણો વધુ છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પર કોઈ પણ ફિલ્મના શૂટિંગ માટે કલાક દીઠ લગભગ 30 હજાર રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર નિખિલ અડવાણીએ હાલ શૂટિંગ માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી પાસેથી ત્રણ દિવસ શૂટિંગ કરવાની મંજૂરી લીધી છે.

એરપોર્ટ પાસે સારું લોકેશન શૂટિંગનું મુખ્ય કારણ છે. અમદાવાદ એરપોર્ટ ખાતે અગાઉ નિખિલ અડવાણીની જ ફિલ્મ ડી-ડેની તેમજ ઇશાન નાયર (મીરા નાયરના ભત્રીજા)ના નિર્દેશનમાં તૈયાર થયેલી ફિલ્મ ખ્વાઈશ ફિલ્મોના શૂટિંગ પણ અહીં થઈ ચૂક્યા છે.

આગળ વાંચો અમદાવાદ એરપોર્ટ પર જ મુંબઇ-કોલકાતાના સેટ ઊભા કરવામાં આવ્યા, શૂટિંગ માટે કલાક દીઠ 28 હજાર લેવાય છે(તસવીરોઃ કરણસિંહ પરમાર)