‘આભ ફાટ્યાની ભયાનકતા હું કદી પણ ભૂલી શકીશ નહીં’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ભરતભાઈ સાથે જમ્મુ-કાશ્મીરમાં યાત્રાએ ગયેલાં મહેમદાવાદનાં પરિવારજનો)
બચાવ : કાશ્મીરમાં માર્ગો પર 4 ફૂટ પાણી ભરાયાં હતાં
મારો નિર્ણય પરિવારને હેમખેમ પરત લાવ્યો
ચાની યાદો કડવી બની
અમદાવાદ: ‘શ્રીનગરથી પહેલગાવ તરફ પ૦ કિલોમીટર જતાંની સાથે જ ભારે પવન સાથે એકાએક વરસાદ તૂટી પડયો હતો. જાણે વાદળો ફાટયાં હોય તેવો માહોલ હતો. ચોતરફ પાણી ફરી વળ્યાં હતાં. અમારાં સમાજની ૮૦ જેટલી વ્યક્તિ જુદી જુદી ખાનગી ગાડીઓમાં પહેલગાવ તરફ આગળ વધી રહ્યા હતા. એવું લાગતું હતું કે અમે કોઈ નદી કે દરિયામાંથી પસાર થઈ રહ્યાં હોય સ્થાનિક ગ્રામજનો પણ પૂર આવ્યું... પૂર આવ્યું... કહી આમતેમ ભાગદોડ કરતાં નજરે પડતાં હતાં. સમયસૂચકતા વાપરી મેં મારાં પરિવાર સાથે પરત શ્રીનગર આવી જવાનું નક્કી કર્યુ હતું અને શ્રીનગરથી અમદાવાદ આવનારી એ છેલ્લી ફ્લાઇટમાં હું મારાં પરિવાર સાથે ઘરે આવી શક્યો છું તેમ એક જ જ્ઞાતિના ૮૦ જેટલા યાત્રિકો સાથે કશ્મીરના પ્રવાસે જઈને હેમખેમ પાછો આવ્યો છું.
હું, પત્ની સંગીતાબહેન તથા પુત્રી નિકીતા ગત ૨૯મીએ હવાઇમાર્ગે શ્રીનગર ગયાં હતાં. અમારાં સમાજની ૮૦ જેટલી વ્યક્તિ જુદાં જુદાં સ્થળોએથી મહેમદાવાદ ટુર મારફતે ટ્રેન માર્ગે જમ્મુ-કશ્મીર આવવાની હતી. તેઓ અમને કટરા પાસે ભેગાં થયાં હતાં અને ત્યાંથી અમે સૌએ સાથે જ યાત્રાને આગળ ધપાવી હતી. શ્રીનગરથી માત્ર પ૦ કિલોમીટર દૂર પહોંચ્યાં હતાં ત્યાં જ વાતાવરણ એકાએક બદલાયું હતું અને ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જાણે વાદળો ફાટ્યાં હોય તેમ ચોતરફ પાણી ફરી વળ્યાં હતાં. આવાં દૃશ્યો જોઈ દરેકના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. તે જ સમયે મેં અને સાથે આવેલાં જ્ઞાતિનાં તમામ યાત્રિકોને પરત ફરવા માટે જણાવ્યું હતું. રસ્તામાં કાટમાળ પણ પાણીમાં તરતો નજરે પડયો હતો. આવી ભયાનકતા હું કદી ભૂલી શકીશ નહીં.’
-ભરતભાઈ અમૃતલાલ સાબુવાલાની ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીત.
6 પરિવારને ડ્રાઇવરે ઘરમાં આશ્રય આપ્યો આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...