અમદાવાદનું કોર્પોરેટ હાર્ટ કેટલું હેલ્ધી ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેટ્રો સિટીઝના ૨૦૦ કોર્પોરેટ એમ્પ્લોઈઝના સર્વેમાં બહાર આવ્યું છે કે ૭૨ ટકા એમ્પ્લોઇઝ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝથી પરેશાન છે : શિફ્ટમાં કામ કરતાં ૫૨ ટકા લોકોને હાર્ટ પ્રોબ્લેમ્સ...

- દેશમાં શહેરના કર્મચારીઓ હાર્ટ ડીલીઝમાં ચોથા ક્રમે

- ઓફિસમાં ફિટનેસ માટેની વ્યવસ્થાઓ કરાય છે

આજે વર્લ્ડ હાર્ટ ડે હોઇ એસોચેમ દ્વારા કરાયેલાં સર્વેમાં બહાર આવ્યું કે કોપોઁરેટ સેક્ટરનાં એમ્પ્લોઇઝ હાર્ટ ડિસીઝથી વ્યથિત થાય છે. આ સર્વેમાં કોપોઁરેટ સેક્ટરમાં વધારે પડતાં સ્ટ્રેસ, વર્ક લોડ, શારીરિક પ્રવૃતિઓનો અભાવ, ખોટી ખાવાની ટેવો અને ડિમાન્ડીંગ શિડ્યુલ્સને કારણે ૭૨ ટકા કોપોઁરેટમાં કાડિયોવેસ્કયુલર ડિસીઝ વધી રહ્યાં છે તેમ બહાર આવ્યું છે. જ્યારે નાઇટ શિફ્ટ્સને કારણે ૫૨ ટકાથી વધારે હાર્ટ સ્ટ્રોકસ વધી રહ્યાં છે. અર્બન સિટીઝ જેવાં કે બેંગ્લોર, દિલ્હી-એનસીઆર, કોલકત્તા, ચેન્નાઇ, અમદાવાદ, હૈદરાબાદ, પુણે, ચંડીગઢ અને દેહરાદૂનનાં ૨૦૦ જેટલાં કોપોઁરેટ એમ્પ્લોઇઝ દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ ચોથા ક્રમે હોઇ અહીંનાં કોપોઁરેટ એમ્પલોઇઝમાં હાર્ટ ડિસીઝ અન્ય રાજ્યો કરતાં ઓછાં થાય છે તેમ બહાર આવ્યું છે.

આ અંગે વાત કરતાં ફ્યુચર ગ્રુપનાં સિનિયર એસોસિએટ એચ.આર ડિમ્પલ દવેએ કહ્યું હતું કે, અમારી કંપનીમાં માર્કેટિંગ, આઇ.ટી, એચ.આર વગેરે પ્રકારનાં એમ્પ્લોઇઝ કામ કરે છે. તેમને તેમનાં કામ પ્રમાણે અલગ-અલગ સ્ટ્રેસ હોય છે. આ સ્ટ્રેસ દૂર કરવા માટે અમારી કંપનીમાં જીમ, વેલનેસ સેન્ટર, કેફેટેરિયા અને ઓફિસ પત્યાં પછી યોગા કલાસીસની સુવિધા રાખી છે. તેને લીધે કંપનીનાં એમ્પ્લોઇઝ જીમમાં જઇને એક્સરસાઇઝ કરી શકે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગા કલાસીસની સુવિધા પણ તેમને આપવામાં આવી છે. આ રીતે કંપનીનાં એમ્પ્લોઇઝ ફિટ રહેતાં હોય છે.

ડાયેટિશીયનની વિઝિટ -

સ્ટ્રેસ ફ્રી રહેવા માટે અમને કંપની પહેલેથી જ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને એન્ગર મેનેજમેન્ટ શીખવે છે. તદ્ઉપરાંત અમારી યોગ્ય ડાયેટ રહે તે માટે પ્રોફેશનલ ડાયેટશિીયન દર ત્રણ મહિને ઓફિસમાં વિઝિટ કરે છે. મારી ઓફિસમાં જીમ હોવાં છતાં મને સ્પોર્ટ્સમાં વધુ રસ હોઇ બેડમિન્ટન અને ટેનિસ રમવા માટેની સુવિધાનો વધુ લાભ લઉં છું. કલીગ સાથે ઇન્ટરેકશનથી સ્ટ્રેસ ફ્રી રહેવાય છે. - ધવલ દવે&આસિસ્ટન્ટ મેનેજર(મટરીયલ), ગુજરાત હેવી કેમિકલ લિ.

ટાર્ગેટનો સ્ટ્રેસ ઘણો છે -

મારે રિક્રુટિંગનાં કામમાં ટાર્ગેટ હોઇ મને તેમાં સ્ટ્રેસ રહેતો હોય છે. આ સ્ટ્રેસમાંથી મુકત થવા માટે હું મારા સ્ટાફ મેમ્બર્સ સાથે ફ્રેન્ડલી રહું છું. હું કંપનીનું જીમ નહીં પરંતુ મારી જાતે જ યોગ્ય ડાયેટ અને જીમમાં જવાનું રાખું છું. જેથી કામ કરતી વખતે ફ્રેશ રહેવાય અને અન્ય કોઇપણ શારિરીક સમસ્યાથી દુર રહી શકાય છે. કામના ટાર્ગેટની સાથે શરીરનું ધ્યાન રાખું છું.- અનુરાધા જૈન &એચ.આર એક્ઝિક્યુટિવ, ઇ.સી.એસ.

આ સર્વે અંગે ઓસોચેમનાં સેક્રેટરી જનરલ ડી.એસ. રાવતે કહ્યું કે, નિષ્ક્રિય જીવનશૈલી, કસરતનાં અભાવ અને ખોટી ખાવાની આદતોને કારણે હજારો અર્બન ઇન્ડિયન્સમાં હાર્ટ ડિસીઝ વધી રહ્યાં છે. તેમાનાં મોટાભાગનાં અનહેલ્થી બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કે બ્લડ સુગર લેવલને કારણે ઓવર વેઇટ, હાર્ટ એટેક્સ અને કાડિયોવેસ્કયુલરથી પીડાય છે. ક્યાં એજ ગ્રુપમાં નાઇટ શિફ્ટને કારણે હાઇબ્લડ પ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ થાય છે?

કેવી રીતે સર્વે થયો? શું નિકળ્યો નિષ્કર્ષ?

હાર્ટ ડિસીઝથી વ્યથિત એમ્પલોઇઝમાં દિલ્હી પ્રથમ ક્રમે, બેંગ્લોર બીજા, મુંબઇ ત્રીજા ક્રમે, અમદાવાદ ચોથા તો ચંડીગઢ, હૈદરાબાદ પાંચમાં અને છઠ્ઠા ક્રમે છે.