મોદીએ કરી જાહેરાત, તમામ કાચા મકાનો બનશે પાકા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રથમ તબક્કામાં સર્વેની કામગીરી શરૂ કરીને ૩૧મી માર્ચ સુધીમાં પૂર્ણ કરાશે
ગુજરાતમાં આશરે ૪૬ લાખ જેટલી ઝૂંપડપટ્ટીઓ છે, જે ૨૦૧૭ સુધીમાં પ૨ લાખ થશે


રાજ્ય સરકારે તમામ ઝૂંપડા અને કાચા મકાનોને પાકા બનાવી દેવાનો નિર્ણય કર્યો છે.વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના તમામ ઝૂંપડા અને કાચા મકાનોને પાકા બનાવી દેવાની જાહેરાત કરી હતી.જેના અનુસંધાને રાજ્ય સરકારે આ નિર્ણય લઈને તેના સર્વે તથા તેના દસ્તાવેજીકરણની કામગીરી શરુ કરી છે.જે ૩૧મી,માર્ચ સુધીમાં પૂર્ણ કરાશે.

નોંધનીય છે કે,ભારત સરકારની 'સ્લમ સ્ટેટેસ્ટીક્સ સેન્સસ’અહેવાલ મુજબ ૨૦૧૧માં દેશમાં ૯.૩૦ કરોડ જેટલી ઝૂંપડપટ્ટીઓ છે,દેશની સૌથીવધુ ઝૂંપટપટ્ટીની વસતિમાં ૭મું નંબર ગુજરાતનો આવે છે.દેશમાં સૌથી વધુ ૧.૮૦ કરોડ જેટલી પ્રથમ નંબરની ઝૂંપડપટ્ટી મહારાષ્ટ્રમાં આવેલી છે.એક અંદાજ મુજબ વર્ષ ૨૦૧૭ સુધીમાં દેશમાં ઝૂંપડપટ્ટીની સંખ્યા ૧૦.૪૦ કરોડ જેટલી થઈ જશે અને ગુજરાતમાં તે વખતે ઝૂંપડપટ્ટીની સંખ્યા પ૨ લાખ હશે. ગત વર્ષ દરમ્યાન રાજ્યના શહેરી વિકાસ વિભાગે 'સ્લમ ફ્રી સીટી’ ની યોજના અમલમાં મૂકી હતી.જેમાં જે તે ઝૂંપડ પટ્ટી વિસ્તારને સ્થાને ફ્લેટ કે બહુમાળી બનાવાય છે અને પાકા મકાન આપવામાં આવે છે.

વિધાનસભાની ચૂંટણી વખતે મુખ્યમંત્રી દ્વારા ઝૂંપડા કે કાચા મકાનોને પાકા બનાવી આપવાની કરાયેલી જાહેરાતના અમલીકરણની દિશામાં આગળ વધવા પંચાયત મંત્રી ભૂપેન્દ્દસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીઓ તથા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકોની બેઠક યોજાઈ હતી. (વધુ સ્ટોરી માટે આગળ ક્લિક કરો)