તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NIFT: હોમ ફેશન ટેક્સટાઈલ એક્ઝિબિશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજીના ૩૦ વિદ્યાર્થીઓએ હોમ ફેશન ટેક્સટાઈલ ડિઝાઈન કરી

દિવાળી હોય અને હોમ ડેકોરની વાત ના આવે તો મઝા ના પડે. નેશનલ ઈન્સ્ટિ‌ટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફ્ટ)ના ૩૦ વિદ્યાર્થીઓએ હોમ ફેશન ટેક્સટાઈલનું એક દિવસીય એક્ઝિબિશન યોજ્યું હતું. આ એકિઝ્બિશનમાં ઘરની સજાવટને લગતી વસ્તુઓ જોવા મળી. નિફ્ટ વિદ્યાર્થીઓ માટે કોલેજમાં હોમ ફેશન ટેક્સટાઈલનો ૪૨ કલાકનો કોર્સ હતો, જેમાં સાતમા સેમિસ્ટરનાં ૩૦ વિદ્યાર્થીઓએ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું હતું.

વિદ્યાર્થીઓએ ફેશન ડિઝાઈન, ટેક્સટાઈલ ડિઝાઈન, એક્સેસરિઝ ડિઝાઈન ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું હતું. ઘરની સજાવટનાં કલેકશન જેવાં કે લાઉન્જ વિસ્તાર,શયનખંડ, ડાઈનિંગ જગ્યાઓ, આઉટડોર બાળકોનાં ખંડનો સમાવેશ થાય છે. સાતમા સેમિસ્ટરની એક્સેસરિઝ ડિઝાઈન ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિ‌ની ગઝલ કોઠારી જણાવે છેકે 'મયન એરાનાં કોસ્ચ્યુમથી પ્રભાવિત થઈને લાઉન્જ વિસ્તાર માટે કુશન્સ ડિઝાઈન કર્યાં છે.’

સાતમા સેમિસ્ટરની ફેશન ડિઝાઈનની વિદ્યાર્થિ‌નીઓ નિર્જરા શાહ અને શગુન શેઠી જણાવે છે કે 'અમે રોકોકો અને બારોકની ડિઝાઈનથી પ્રભાવિત થઈને લીવિંગ એરિયા માટે ઘરની સજાવટની ડિઝાઈન બનાવી.’ જ્યારે સાતમા સેમેસ્ટરની ટેક્સટાઈલ ડિઝાઈનની બે વિદ્યાર્થિ‌નીઓ ઈશા મનચંદા અને પલક પરીખે 'ટ્રાવેલ લવ’ અને'ઈન્ડિયન કિત્ચ’થી પ્રભાવિત થઈને લીવિંગ એરિયા અને આઉટડોર એરિયા માટે ઘરની સજાવટની ડિઝાઈન બનાવી. ફેકલ્ટી ડૉ. વંદના પ્રદીપ શર્મા કહે છે 'હોમ ફેશન ટેક્સટાઈલ એ બજારમાં એક આશાસ્પદ અને ડિમાન્ડીંગ એરીયા છે જ્યાં ડિઝાઈનર્સ પાસે એકસપરિમેંટ અને એકસ્પ્લોર કરવાં માટે વધુ વિકલ્પો હોય છે. આજકાલ લોકો જ્યાં રહેતા હોય ત્યાં તે સ્થળે એન્જોય કરવા માંગે છે.

નિફ્ટના સ્ટુડન્ટ્સ દ્વારા ઘરની સજાવટનાં કલેકશન જેવાં કે લાઉન્જ વિસ્તાર, શયનખંડ, ડાઈનિંગ જગ્યાઓ, બાળકોનાં ખંડ વગેરે પ્રદર્શિ‌ત કર્યાં હતાં.
નર્જિરા શાહ અને શગુન શેઠી દ્વારા 'અમે રોકોકો અને બારોકની ડિઝાઈનથી પ્રભાવિત થઈને લીવિંગ એરિયા માટે ઘરની સજાવટની ડિઝાઈન તૈયાર કરવામાં આવી.