• Gujarati News
  • Highcourt Reserves Decision On Tata Nano Sanand Project

તાતા નેનો પ્રોજેક્ટને રાહતો સામે રિટ પર ચુકાદો અનામત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોર્ટનું કામ દેશ ચલાવવાનું નથી : હાઈકોર્ટ
- તમામ પક્ષોની દલીલ પૂર્ણ થતાં હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો


તાતાના સાણંદમાં આવેલા નેનો પ્રોજેક્ટમાં સરકારે કરવેરાની લહાણી અને તે ઉપરાંત વેલ્યુ એડેડ ટેક્સની રિકવરી સામે ૦.૧ ટકાની સોફ્ટ લોન આપવાના સરકારના નિર્ણયને પડકારતી જાહેર હિ‌તની અરજી પર તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થતા હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

બુધવારે થયેલી સુનાવણી દરમિયાન સરકારે અરજદારની દલીલોનું ખંડન કરતા એવી રજૂઆત કરી હતી કે, બંગાળમાં તાતા મોટર્સના પ્લાન્ટ સામે થયેલા મોટા વિરોધ બાદ તેની પાસે અન્ય જગ્યાએ પ્લાન્ટ નાખવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ગુજરાત સિવાયના અન્ય રાજ્યોએ તાતા મોટર્સને જે કરરાહતો અને ફાયદા આપવા તૈયારી દર્શાવી હતી તેના કરતાં ગુજરાત સરકારે ઘણી ઓછી રાહતો આપી છે.

આ સિવાય સરકારી વકીલ પ્રકાશ જાનીએ એમ પણ દલીલ કરી હતી કે સરકારની ઔદ્યોગિક નીતિ પ્રમાણે લેવાયેલા નિર્ણયના કારણે રોજગારીમાં વધારો થયો છે અને ઓટોમોબાઈલ સેક્ટરમાં અન્ય ઉદ્યોગો પણ ગુજરાત તરફ આકર્ષાયા છે. જોકે બુધવારે થયેલી સુનાવણી દરમિયાન એક તબક્કે કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે કોર્ટનું કામ દેશ ચલાવવાનું નથી. જો લોકોને સરકારના નિર્ણયો સામે વાંધો હોય તો તેઓ ચૂંટણીમાં પોતાનો જનમત દર્શાવી શકે છે.