પોલીસ વડાને કન્ટેમ્પ્ટની નોટિસ પાઠવતી હાઇકોર્ટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોન્સ્ટેબલને સુરતથી હિંમતનગર ટ્રાન્સફર અપાઇ હોવાનો મામલો

એક પોલીસ કોન્સ્ટેબલે હાઇકોર્ટ સમક્ષ કરેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ(કોર્ટના તિરસ્કારની અરજી)માં રાજ્યના પોલીસ વડા ડીજીપી ચિતરંજનસિંઘને નોટિસ પાઠવી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે પોલીસ ખાતાના વહીવટી વિભાગને આ મુદ્દે જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. અદાલતનો હુકમ છતાંય અરજદાર કોન્સ્ટેબલની બદલી હિંમતનગરથી સુરત ન કરાતા તેણે આ અરજી કરી હતી.

અરજદાર હારુન યુસુફભાઇ કડીવાલાની અરજી પ્રમાણે તેઓ ૧૯૮૯માં પોલીસ ખાતામાં જોડાયા હતા અને પ્રારંભિક તબક્કે તેમને સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે મૂકાયા હતા. ત્યારબાદ કપોદરા પોલીસ સ્ટેશન ટ્રાન્સફર અપાઈ હતી. તે પછી તેમને બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે ખટોદરા પોલીસ સ્ટેશને મુકાયા હતા. ૨૩ માર્ચ ૨૦૧૦માં સુરત પોલીસ કમિશનરે તેની બદલી સુરતથી હિંમતનગરના સાબરકાંઠા જિલ્લામાં કરી હતી તેથી તેણે આ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તેમાં હાઇકોર્ટે ૧૦ દિવસમાં યોગ્ય નિર્ણય લેવાનો આદેશ કર્યો હતો.

જોકે, ડીજીપીએ એક અન્ય આદેશ કરી એવું જણાવ્યું હતું કે કડીવાલાની સામે ખાતાકીય તપાસ ચાલતી હોવાથી તેને સુરત પાછા લાવી શકાય નહીં. આ બાબત કોર્ટના હુકમનું ઉલ્લંઘન હોવાથી કડીવાલાએ કન્ટેમ્પ્ટ અરજી કરી છે. કેસની વધુ સુનાવણી ૨પ ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવી છે.