-DySPને વહેલી નિવૃત્તિનો નિર્ણય હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો
-કર્મી વિરોધ ન નોંધાવે તો તે સીઆર સાથે સહમત મનાય
-કોઇ પક્ષકારના મૃત્યુથી ચુકાદાનો ફર્ક પડી શકે નહીં
અમદાવાદ : જો સરકારી કર્મચારીનો સી.આર. (કોન્ફીકેન્સીયલ રીપોર્ટ) સતત ખરાબ આવતો હોય તો સરકાર તેને વહેલી નિવૃત્તી આપી શકે છે તેમ જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ જી.બી.શાહે ડીવાયએસપી વસંત દેસાઇના કેસમાં નોંધ્યું છે. જ્યારે ખરાબ સી.આર. બાબતે કર્મચારી કોઇ પણ જાતનો વિરોધ ન નોંધાવે તો તેમ માની લેવાય કે તેને પણ આ સીઆર સાથે
સહમત છે.આ કેસની વિગત એવી છેકે, વસંતભાઇ દેસાઇ નામના ડીવાયએસપીને સરકારે 1989માં વહેલા રીટાયર્ડ કરી દીધા હતા. તેમનો સી.આર. સતત 1986-86, 1986-87 અને 1988-89ના વર્ષનો ખરાબ રહ્યો હતો. તે બાબતે તેમને જાણ પણ કરવામાં આવી હતી.
આ અહેવાલ અરજદારને મળવા છતાં તેમણે તેનો કોઇ પણ પ્રકારનો વિરોધ પણ કર્યો ન હતો કે, તેનો અહેલાવનો કોઇ જવાબ પણ આપ્યો ન હતો. જેથી ગૃહ વિભાગના સેક્રેટરી દ્વારા તેમને 1લી ઓગષ્ટ 1989ના રોજ વહેલા રીટાયર્ડ કરવાનો આદેશ આપ્યો હતો. જે સામે વસંતભાઇ દેસાઇએ હાઇકોર્ટ સમક્ષ રિટ પણ કરી હતી. હાઇકોર્ટની સીગલ બેંચે આ કેસમાં સરકારના નિર્ણયને રદ્ કરી દીધો હતો. જેથી રાજ્ય સરકારે તે હુકમ સામે ડીવિઝન બેંચ સમક્ષ પિટિશન કરી હતી. આ કેસમાં જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ જી.બી. શાહ દ્વારા સીંગલ બેંચના હુકમને રદ્ કર્યો હતો.
કોર્ટે એ દલીલો ધ્યાને લીધી હતીકે, વસંતભાઇ દેસાઇ દ્વારા તેમના કોન્ફીડેન્સીયલ અહેવાલોમાં તેમના ખરાબ પર્ફોમન્સ બાબતે થયેલી રીમાર્કસ સામે કોઇ રજૂઆત કરી ન હતી. તેમણે પોતાનું પર્ફોમન્સ સુધારવા પણ કોઇ પગલા લીધા ન હતા. ત્યારે એમ માની લેવાય કે અરજદાર પોતે પણ ખરાબ પર્ફોમન્સ હોવાનું માની લીધું છે. જેથી તેમના વહેલા નિવૃત્તીના સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય યોગ્ય છે.આ ઉપરાંત આ કેસમાં સુનાવણી પુર્ણ થયા બાદ કેસ ચુકાદા પર મુલત્વી હતો ત્યારે પરંતુ ચૂકાદા પહેલાજ વસંતભાઇ દેસાઇનું મૃત્યુ થયું હોવાની કોર્ટને જાણ કરવામાં આવતા કોર્ટે નોંધ્યું હતુંકે, જ્યારે કેસ ચુકાદા પર મુલત્વી રખાયો હોય ત્યારે કોઇપણ પક્ષકારના મૃત્યુથી ચુકાદાનો કોઇ ફર્ક પડી શકે નહી. કોર્ટે ચુકાદો જાહેર કરવો જોઇએ.