અ'વાદમાં હાઈએલર્ટ: ૧પ દિવસ સુધી વસ્ત્રાપુરમાં કોઈ મકાન ભાડે નહીં આપી શકે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વસ્ત્રાપુર ખાતે આવેલી હોટેલ હયાતની તસવીર)
ચીનના રાષ્ટ્રપતિની ૧૬-૧૭ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત પૂર્વે સુરક્ષા વ્યવસ્થા માટે કમરકસતી વસ્ત્રાપુર પોલીસ
શી જિનપિંગને હોટેલ હયાતમાં ઉતારો અપાશે
વડાપ્રધાન મોદી પણ અમદાવાદ આવી રહ્યા છે

અમદાવાદ:
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તા.૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જિનપિંગને વસ્ત્રાપુરમાં આવેલી હોટેલ હયાતમાં ઉતારો આપવાનો હોવાથી વસ્ત્રાપુર પોલીસે વસ્ત્રાપુર તળાવની ફરતે આવેલી તમામ સોસાયટીઓને ૧પ દિવસ સુધી કોઈ નવા ભાડુઆતને મકાન ભાડે નહીં આપવા સૂચના આપી છે. જિનપિંગ તેમના રોકાણ દરમિયાન ગુજરાત યુનિવર્સિ‌ટી કન્વેન્શન સેન્ટરમાં પણ એક કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચીનના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન હાજર રહેશે.
જિનપિંગના આ બંને કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વસ્ત્રાપુર પોલીસે તેમની સુરક્ષાને લઇને અત્યારથી જ કમર કસવાનું શરૂ કરી દીધું છે. જિનપિંગ જ્યાં રોકાવાના છે તે હોટેલ હયાત રહેણાક વિસ્તારમાં આવી હોવાથી વસ્ત્રાપુર પોલીસે તળાવની ફરતે આવેલી તમામ સોસાયટીના ચેરમેન-સેક્રેટરીઓ સાથે મીટિંગ યોજી છે અને ભાડુઆતો વિશેની માહિ‌તી મેળવી છે. જિનપિંગ પરત ન ફરે ત્યાં સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે.

બોમ્બ સ્કવોડથી ચેકિંગ શરૂ

હોટેલ હયાત અને કન્વેન્શન સેન્ટરમાં અત્યારથી રોજે રોજ બોમ્બ સ્ક્વોડ સાથે ચેકિંગ કરવાનું શરૂ કરી દીધું
જિનપિંગ જે રૂટ ઉપર આવવાના છે તે તેમજ હોટેલથી તેમના કાર્યક્રમના સ્થળ સુધીના તમામ રૂટ ઉપર પણ બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ શરૂ કરી દીધું છે.
વસ્ત્રાપુર તળાવની ફરતે આવેલી સોસાયટીઓમાં ૧પ દિવસ માટે નવા કોઇ ભાડુઆતને મકાન ભાડે નહીં આપવા પોલીસે ચેરમેન-સેક્રેટરીઓ સાથે મીટિંગો શરૂ કરી છે.
તળાવની ફરતે આવેલી તમામ સોસાયટીમાં પોલીસે પ્રત્યેક મકાન ચેક કરવાનું શરૂ કર્યુ છે.
હોટેલ હયાત અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ વધારાયું છે.

ચીનના રાષ્ટ્રપતિ સાથે અંગત સ્ટાફ સહિ‌ત ૧૨૦ અધિકારીઓનો કાફલો પણ આવશે આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...