તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'પંચગ્રહી યોગથી ગુજરાત સહિ‌ત દેશભરમાં કુદરતી હોનારત સર્જા‍શે, સાવધ રહેવું'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાયુ તત્ત્વની મિથુન રાશિમાં સર્જા‍યેલો પંચગ્રહી યોગ ભારે વરસાદ નોંતરશે!
- કુદરતી હોનારત સર્જા‍શે, સાવધ રહેવું : જ્યોતિષીઓ
- ગુરુ, સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં તેમ જ શુક્ર જળરાશિ કર્કમાં હોવાથી ભારે વરસાદ પડી શકે છે


અવકાશના ગ્રહોમાં થઈ રહેલા ફેરફારોના પગલે આગામી સપ્તાહ દરમિયાન ગુજરાત સહિ‌ત દેશભરમાં ભારે વરસાદ, પૂર, સુનામી, વાદળો ફાટવા જેવી ઘટનાઓ બને તેવી શક્યતા જ્યોતિષીઓ દર્શાવી રહ્યા છે. આ ઘટના માટે શુક્રવારથી વાયુતત્ત્વની રાશિમાં સર્જા‍ઈ રહેલા પંચગ્રહી યોગને જ્યોતિષિઓ કારણભૂત માને છે, જેના પગલે દરિયા કિનારે, નદી કિનારે કે પર્વતીય પ્રદેશોમાં રહેતા લોકોને સાવધાન રહેવાની સાથે આવી જગ્યાએ હાલ પ્રવાસ ટાળવું જોઈએ.

આ અંગે વધુ માહિ‌તી આપતા જ્યોતિષી શાસ્ત્રી વિનોદ પંડયાએ જણાવ્યું હતું કે, ગુરુ અને સૂર્ય બંને આદ્રા નક્ષત્રમાં હોવાથી તેમ જ શુક્ર જળરાશિ કર્કમાં હોવાથી અમદાવાદ સહિ‌ત દેશભરમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે શુક્રવારે વહેલી સવારથી મંગળ પણ બુધ, સૂર્ય અને ગુરુની સાથે આવવાથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહીના યોગ બને છે. જ્યારે ૬ તારીખથી ચંદ્ર પણ સાથે ભળવાથી પંચગ્રહોની યુતિ થાય છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...