રાજ્યમાં કાળઝાળ ગરમી ડિસામાં તાપમાન ૪૩.૮ ડિગ્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમરેલી, ભુજમાં ૪૩ ડિગ્રી ગરમી અમદાવાદમાં ૪૨.૫ ડિગ્રી ગરમી
- છેલ્લાં બે વર્ષમાં અમદાવાદમાં એપ્રિલનું સૌથી વધુ ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું
૨૦૧૩માં ૨૯મી એપ્રિલે પણ અમદાવાદમાં ૪૨.૪ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું

હિટવેવની અસરને પગલે રવિવારે અમદાવાદ ૪૨.૫ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે અગનભઢ્ઢીમાં ફેરવાયું હતું. જ્યારે ઇડર, ડીસા અને ભુજમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી ગયો હતો, જેમાં ૪૩.૮ ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.

બીજી તરફ રવિવારે અમદાવાદ શહેરમાં છેલ્લાં બે વર્ષમાં એપ્રિલનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગત વર્ષે અમદાવાદમાં ૨૯મી એપ્રિલે ૪૨.૪ ડિગ્રી અને ૨૦૧૨માં પાંચમી અને ૧૦મી એપ્રિલે ૪૧.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધીને ૪૨.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધીને ૨૬.૫ ડિગ્રી નોંધાયું હતું તેમ જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮.૩૦ કલાકે ૬૩ ટકા અને સાંજે ૫.૩૦ કલાકે ૨૩ ટકાએ પહોંચ્યું હતું. શહેરમાં આગ ઝરતી ગરમીને કારણે બપોરે ૧૨થી સાંજે ૫ વાગ્યા દરમિયાન શહેરના રસ્તાઓ પર વાહનોની પાંખી હાજરી જોવા મળી હતી.

ક્યા કેટલું તાપમાન

શહેર મહત્તમ તાપમાન
અમદાવાદ ૪૨.૫
ડીસો ૪૩.૮
ઇડર ૪૩.૫
ભુજ ૪૩.૫
ગાંધીનગર ૪૨.૦
વડોદરા ૪૨.૨
ભાવનગર ૪૧.૮
રાજકોટ ૪૨.૦
સુરેન્દ્રનગર ૪૨.૮
કંડલા એરપોર્ટ ૪૧.૭