મતદાનના દિવસે ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચવાની આગાહી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીમાં મતદાન કરવું પડે તેવી સ્થિતિ
- ૪૨.૦ ડિગ્રી સાથે વડોદરા રાજ્યનું સૌથી ગરમ શહેર


છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિ‌ત રાજ્યનાં વિવિધ શહેરોમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિ‌મામ્ પોકારી ગયાં છે. પરંતુ, આગામી બે દિવસમાં અમદાવાદ સહિ‌ત રાજ્યનાં વિવિધ શહેરોમાં હીટવેવનું પ્રમાણ વધવાની સંભાવના હોવાથી આગામી ૩૦મી એપ્રિલ સુધીમાં અમદાવાદ સહિ‌ત રાજ્યનાં વિવિધ શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી પહોંચવાની શકયતા હવામાન વિભાગે કરી છે. જેને પગલે કાળઝાળ ગરમીમાં મતદાન કરવું પડે તેવાં સંજોગોમાં ઊભા થવાથી મતદારોની કસોટી થવાની શકયતા નકારી શકાય નહિ‌.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, રાજ્યમાં પ્રર્વતતા ઉત્તર-પ‌શ્ચિ‌મીથી ઉત્તરીય પવનોને પગલે રાજ્યનાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવનું પ્રમાણ વધ્યું છે. જેને પગલે ગુરુવારે અમદાવાદ સહિ‌ત રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી જતાં આ તમામ શહેરો અગનભઠ્ઠીમાં ફેરવાયા હતા. તેમજ આગામી બે દિવસોમાં અમદાવાદ સહિ‌ત રાજ્યનાં વિવિધ શહેરોમાં હીટવેવનું પ્રમાણ વધવાની સંભાવના છે. ત્યારે આગામી ૩૦મી એપ્રિલે રાજ્યભરમાં મતદાન થવાનું છે ત્યારે બીજી તરફ રાજ્યમાં હીટવેવનું પ્રમાણ વધતાં ગરમીનો પારો વધતાં માથુ ફાડી નાંખે તેવી ગરમી વચ્ચે લોકોએ મતદાન કરવા માટે તૈયારી રાખવી પડશે.

આગળ વાંચો...બપોરે 12 થી 5 વચ્ચે લોકો ત્રાહિમામ

તસવીરોઃધવલ ભરવાડ