તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે થયેલી રિટ પર ૧૧મીએ સુનાવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા ડેમ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના ન કરવા દેવા સામેની જાહેરહિ‌તની સુનાવણી હાઇકોર્ટે ૧૧ જુલાઇના રોજ મુલતવી રાખી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટનો વિરોધ કરતી રિટમાં એવા આક્ષેપ કરાયા છે કે, મુખ્યમંત્રી રાજકીય પ્રસિદ્ધિ મેળવવા આવી જાહેરાતો કરી પબ્લિસિટી સ્ટન્ટ કરે છે.

રિટમાં એવી રજૂઆત કરાઈ છે કે,'નર્મદા ડેમ પર ૩૯૨ ફૂટની સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવા દેવી જોઇએ નહીં. કેમ કે મુખ્યમંત્રી વ્યક્તિગત પ્રસિદ્ધિ મેળવવા અને રાજકીય હિ‌ત સાધવા માટે આવી જાહેરાતો કરે છે. આ પ્રકારની પ્રતિમા બનાવવામાં જે ખર્ચ થાય તે છેવટે તો ટેક્સ ભરતી પ્રજાના માથે જ આવે છે. તેથી પ્રજાના પૈસે મુખ્યમંત્રીને રાજકીય સ્ટન્ટ કરવા દેવા જોઇએ નહીં.આ પ્રતિમા સ્થાપવા સામે સ્થાનિક નાગરિકોએ વિરોધ પણ કર્યો છે.