તિસ્તા શેતલવાડ સામે બદનક્ષીના મામલે ૧૬મીએ સુનાવણી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક સમયે તિસ્તાની સાથે કામ કરતા કાર્યકર રઇસ ખાને મેટ્રોપોલિટન ર્કોટમાં તિસ્તા શેતલવાડ સામે જ બદનક્ષીની ફરિયાદ કરી હતી. જેથી આ મામલે તિસ્તાના એડ્વોકેટે અરજીની નકલની કોપી માગી હતી. ત્યાર બાદ આ મામલે વધુ સુનાવણી ૧૬મી જાન્યુઆરીના રોજ યોજવાનો આદેશ ર્કોટે કર્યો છે.

રઇસખાને કરેલી બદનક્ષીની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તિસ્તા શેતલવાડે મારી સામે તેમના મેગેઝિનમાં એક લેખ પ્રસિદ્ઘ કર્યો હતો. જેના લખાણના કારણે મારી સમાજમાં પ્રતિષ્ઠા ખરડાઇ છે તેથી તિસ્તા સામે બદનક્ષી મુજબ ગુનો બનતો હોવાથી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

બીજી તરફ ગુરુવારે સુનાવણી દરમિયાન તિસ્તાના એડ્વોકેટે જણાવ્યું હતું કે, જે ફરિયાદ કરી છે. તેની નકલ અમને આપો જેથી અમે આગળ સુનાવણી કરી શકીએ. ર્કોટે તેમનો મુદ્દો ગ્રાહ્ય રાખી આ મામલે વધુ સુનાવણી ૧૬ જાન્યુઆરીના રોજ યોજવાનો આદેશ કર્યો છે.