• Gujarati News
  • Health Department Campaign For Stop Bird Heat Near Airport

એરપોર્ટ નજીક બર્ડ હિ‌ટ રોકવા હેલ્થ ખાતાનું અભિયાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતાં નાગરિકો ખુલ્લામાં એંઠવાડ વગેરે ફેંકતા હોવાથી પક્ષીઓ આવે છે અને તેઓ વિમાન સાથે અથડાતાં હોઇ માનવ જાનહાનિનો ભય વધી જાય છે.
એરપોર્ટ નજીક કુબેરનગરના દુકાનદારો અને રહેણાંક વિસ્તારમાં શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતાના ૧૨ તથા એનએસએસના ૧૨ મળી ૨૪ જણાએ ઘરે ઘરે જઇને ગુલાબના ફુલ તથા પેમ્ફલેટ આપીને ખુલ્લામાં એંઠવાડ નહિ‌ ફેંકવા અનુરોધ કર્યો હતો.
તેમણે નાગરિકોને ખાસ કરીને મહિ‌લાઓને એંઠવાડ ફેંકવાથી આવતાં પક્ષીઓ વિમાન સાથે અથડાતાં બર્ડ હિ‌ટના બનાવ બને છે તે રોકવામાં મદદરૂપ બની દેશ અને માનવજીવન બચાવવા સમજાવ્યા હતા. ઘરનો એંઠવાડ અને અન્ય કચરો મ્યુનિ.ની કચરા ગાડીમાં નાખવા અને જો કચરાગાડી ન આવે તો તરત જાણ કરવા પણ જણાવ્યું હતું.