BJPના પૂર્વ ધારાસભ્ય ભોજવાણી કેસમાં સમાધાન માટે મોટાં માથાંની દોડધામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોપાલ ભોજવાણી વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોંધાતાં ભાજપનાં મોટાં માથાં અને પીઢ નેતાઓ દ્વારા આ બાબતે બન્ને પક્ષોને ભેગા કરી સમાધાન કરાવવાની દોડધામ ચાલી રહી છે. બે દિવસથી આ દોડધામ ચાલી રહી છે. જોકે પોલીસ હજુ તપાસ ચાલતી હોવાનું જણાવી રહી છે.

ભોજવાણી અને તેમના પુત્રોએ વર્ષ ૨૦૧૨માં ગોપાલ પેલેસની મિલકતો નરેશ પટેલ પાસેથી રૂ. ૮.૪૭ કરોડમાં ફરીથી ખરીદવાનું નક્કી કર્યુ હતું. ટોકન પેટે ભોજવાણીએ ૩.૭૮ કરોડ ચૂકવી દીધા હતા. બાકીની રકમમાં ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. જોકે આ બાબતે તેમની વચ્ચે તકરાર થતાં ભાજપના એક પીઢ નેતાએ દખલગીરી કરી મામલા થાળે પાડ્યો હતો અને ભોજવાણી પૈસા ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી પરંતુ પૈસા ન ચૂકવાતાં પટેલે પોલીસ ફરિયાદ કરી દીધી હતી. પોલીસ ફરિયાદ થયા બાદ પણ ભાજપના નેતાઓની સમાધાન કરાવવા માટે બે દિવસથી દોડધામ ચાલી રહી છે.