ગુજરાત યુનિવર્સિ‌ટીની એમએ સેમ.-૨નું હાથે લખેલ પ્રશ્નપત્ર આપ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિ‌ટીના પરીક્ષા વિભાગ દ્વારા આયોજિત એમએ-સેમેસ્ટર-૨ની પરીક્ષામાં આશ્રમ રોડ વિસ્તારમાં આવેલા એક પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને હાથે લખેલ હિ‌સ્ટ્રી અને ઈકોનોમિક્સ વિષયનું પ્રશ્નપત્ર અપાતા વિદ્યાર્થીઓમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો. એનએસયુઆઈ દ્વારા સોમવારે વિદ્યાર્થીઓના પ્રશ્ને ગુજરાત યુનિ.ના ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

સોમવારે સવારના સેશનમાં એમએ સેમેસ્ટર-૨ હિ‌સ્ટ્રી(મેરીટાઈમ ઇન્ડિયા) અને ઇકોનોમિક્સ વિષયની ઓપ્શનલ વિષયની પરીક્ષા હતી. આ પરીક્ષામાં આશ્રમરોડ વિસ્તારમાં આવેલ નવગુજરાત કોલેજ કેમ્પસના પરીક્ષા કેન્દ્રમાં પ્રિન્ટ કરવામાં આવેલ પ્રશ્નપત્રના બદલે હાથેથી લખેલ પ્રશ્નપત્ર આપવામાં આવતા તેમની મૂંઝવણનો કોઈ પાર રહ્યો ન હતો. માસ્ટર ડિગ્રી લેવલની આ પરીક્ષામાં હાથે લખેલ પ્રશ્નપત્ર અપાયું હોવાના

પુનરાવર્તન ન થાય તેની બાંયધરી આપીએ છીએ
આ બાબતે તપાસ કરવાની અને ભવિષ્યમાં આ બનાવોનું પુનરાવર્તન ન થાય તે પ્રકારના પગલા ભરવા માટેની બાંયધરી આપવામાં આવી છે.
-ડો.એમ.એન.પટેલ, કુલપતિ, ગુજ. યુનિ.

સંખ્યા ઓછી હોવાથી હાથે લખેલા પ્રશ્નપત્રો અપાયા
એમએ સેમે.-૨ હિ‌સ્ટ્રી તેમજ ઈકોનોમિક્સના ઓપ્શનલ પેપરમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જ ઓછી હોવાથી હાથે લખેલા પ્રશ્નપત્રો અપાયા હતા.’ -કલ્પેન વોરા, ઈનચાર્જ પરીક્ષા નિયામક, ગુજરાત યુનિવર્સિ‌ટી