ગુજ. યુનિ. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ પ્રદીપ પ્રજાપતિનું સ્ટેટમેન્ટ લીધું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર)
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિ‌ટીના સમાજવિદ્યા ભવનના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો. પ્રદીપ પ્રજાપતિની સામે અર્થશાસ્ત્ર વિભાગની પૂર્વ વિદ્યાર્થિ‌નીઓ ડો. પ્રદીપ પ્રજાપતિ ક્લાસરૂમને બદલે તેમની ચેમ્બરમાં ભણવા માટેની ફરજ પાડતા હોવાની તેમજ ડો. કાર્તિ‌ક ભટ્ટને ડો. પ્રદીપ પ્રજાપતિએ મેન્ટલ ર્ટોચર કરતો ઈમેલ લખ્યો હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ઉચ્ચ સત્તાવાળાઓને કરાઈ છે. જેના અનુસંધાનમાં ગુજરાત યુનિ.ની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ બુધવારે ડો. પ્રદીપ પ્રજાપતિને હીયરિંગ અંતર્ગત સ્ટેટમેન્ટ માટે બોલાવ્યા હતા.જેમાં તેમણે તેમની સામના તમામ આક્ષેપો નકારી કાઢયા હતા.

ડો. પ્રજાપતિનું સ્ટેટમેન્ટ લીધું
'ગુજ. યુનિ.ની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી દ્વારા બુધવારે ડો. પ્રદીપ પ્રજાપતિ સામેની ફરિયાદ અંતર્ગત તેમનું સ્ટેટમેન્ટ નોંધવાયું છે. ડો. એમ.એન.પટેલ, કુલપતિ, ગુજરાત યુનિવર્સિ‌ટી

પ્રો.ઝાલાની પત્નીએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

અશ્લીલ પત્રકાંડમાં સરમણ ઝાલાના પત્ની ભાવનાબહેને આગોતરા જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી છે. જે કેસમાં સરકારે જવાબ રજૂ કરવા સમય માંગતા કોર્ટે કેસની વધુ સુનાવણી આગામી ૨પમી ઓગસ્ટ પર મુલતવી રાખી છે. જ્યારે પ્રો.સરમણ ઝાલા દ્વારા લખાયેલા પત્ર પ્રકરણમાં યુનિ. કક્ષાએ, પોલીસ વિભાગમાં ફરિયાદ બાદ આ કેસ સાથે સંકળાયેલ લોકોના સ્ટેટમેન્ટ લઈ લીધા છે. જે અંગેનો રિપોર્ટ ગુરુવારે યુનિવર્સિ‌ટી ખાતે સબમિટ કરશે.