સમગ્ર દેશનું ઓટો હબ બનવા ગુજરાતની હરણફાળ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વખ્યાત મોટર ઉત્પાદક કંપનીઓની હરોળમાં

હવે મારૂતિ-સુઝુકીની પસંદગી પણ ગુજરાતમુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મારૂતિ સુઝુકી અને ગુજરાત સરકાર વચ્ચે રાજ્ય સહયોગના કરાર સંપન્નમારૂતિ સુઝુકીનો માંડલ-બેચરાજીમાં રૂ. ૪૦૦૦ કરોડના રોકાણ સાથે પ્રથમ તબક્કે સાડા સાત લાખ મોટરકાર ઉત્પાદનનો લક્ષ્યાંક


ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વવિખ્યાત મોટરકાર ઉત્પાદક મારૂતિ સુઝુકી ઇન્ડીયા કુ. લી. (MSIL) કંપનીના મોટર-વાહન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં સ્થાપના માટેના રાજ્ય સરકાર સહયોગ કરાર (SSA) ઉપર આજે મારૂતિ સુઝુકી ઇન્ડીયા લી. અને ગુજરાત સરકાર વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ કરાર ઉપર મારૂતિ સુઝુકી ઇન્ડીયા લી. (MSIL) ના CEO અને મેનેજિંગ ડિરેકટર શિન્ઝો નાકાનીશી અને રાજ્યના ઉઘોગ અગ્રસચિવ મહેશ્વર શાહુએ હસ્તાક્ષર કર્યા તે પ્રસંગે ઊઘોગ રાજ્યમંત્રી સૌરભ પટેલ, મુખ્ય સચિવ એ. કે. જોતિ, મારૂતિ સુઝુકી ઇન્ડીયાના ચીફ ઓપરેટીંગ ઓફિસર એન. એમ. સિંગ પણ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ મારૂતિ સુઝુકીએ આ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ માટે ગુજરાતની પસંદગી કરતાં ગુજરાત હવે વિશ્વની અગ્રગણ્ય ઓટોમોબાઇલ મોટર ઉત્પાદક કંપનીઓનું ઓટો હબ બની રહ્યું છે તેમ ગૌરવપૂર્વક જણાવ્યું હતું અને મારૂતિ સુઝુકીને આ પ્રોજેક્ટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મારૂતિ સુઝુકી ઇન્ડીયા લી. ના આ પ્રોજેક્ટમાં બંને તબક્કામાં મળીને રૂ. ૪૦૦૦ કરોડનું મૂડીરોકાણ થશે. પ્રથમ એકમ માંડલ-બેચરાજી નજીક સ્થપાશે જ્યારે બીજું એકમ બેચરાજીથી રપ કી.મી.ના પરિસરમાં ઊભું થશે.પ્રથમ એકમમાં વાર્ષિક ૭.પ લાખ વાહનોના ઉત્પાદનની ક્ષમતા છે જ્યારે ગુજરાત અને હરિયાણાના બંને એકમોમાં મળીને વાહન ઉત્પાદન વાર્ષિક ક્ષમતા ૨૦ લાખ વાહનોની થઇ જશે. ગુજરાત એકમ ૪૦૦૦ યુવાનોને સીધી રોજગારી આપશે. મારૂતિ સુઝુકી ઇન્ડીયા લિમીટેડ અને ગુજરાત સરકાર સંયુકત રીતે ઓટોમોબાઇલ રિસર્ચ ઇન્સ્ટીટયુટની ઉત્કૃષ્ટ સંશોધન સંસ્થાની સ્થાપના કરશે તેમ તેમણે જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ ગુજરાતમાં તાતા નેનો, ફોર્ડ કંપની, પિજીઓટ કંપની અને હવે મારૂતિ સુઝુકીના ગુજરાતમાં આગમનને આવકારતાં જણાવ્યું હતું કે, ઓટોમોબાઇલ ક્ષેત્રે આ વિસ્તારમાં ઓટો એન્સીલયરી યુનિટ્સ અને સપ્લાયર પાર્ક પણ સ્થપાશે. મારૂતિકાર ભારતમાં સામાન્ય માનવી માટેની પરિવહન જરૂરિયાતો પૂરી પાડે છે અને ગુજરાતના બંદરો નિકાસની ઉત્તમ સુવિધા ધરાવતા હોઇ વિશ્વના બજારોમાં પણ ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રે નિકાસલક્ષી રાજ્ય બની રહ્યું છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા એક જ વર્ષમાં ગુજરાત વિશ્વની અગ્રણી ઓટો મેન્યુફેક્ચરીંગ કંપનીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. જળ અને સ્થળ બંને ક્ષેત્રોમાં ગુજરાત પરિવહન ક્ષેત્રે અગ્રગણ્ય બનવા જઇ રહ્યું છે. બોમ્બાડીઅરનો મેટ્રોરેઇલ પ્રોજેકટ, રેલ્વે-કેરિયર ગુડ્ઝ પ્રોજેક્ટ અને ઓટોમોબાઇલ-પ્રોજેક્ટ પછી ગુજરાત શિપ-બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ કરી રહ્યું છે.મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાત ઇજનેરી ક્ષેત્રમાં રોજગારી માટે અગ્રેસર બની રહ્યું છે અને દેશના રાષ્ટ્રીય એન્જીનીયરીંગ આઉટપૂટની સરેરાશમાં ૯ ટકા ફાળો આપે છે. જ્યારે રાજ્યના કૂલ ઔઘોગિક ઉત્પાદનના ૧૮ ટકા એન્જીનયરીંગ સેકટરના છે.ગુજરાતના જી.એસ.ડી.પી.માં મેન્યુફેકચરીંગ સેકટર એકલાનો ર૭ ટકા ફાળો છે જે વિશ્વની મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રના અર્થતંત્રની લગોલગ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં ૩૦૦ જેટલા એન્જીનીયરીંગ ક્લસ્ટર આવેલાં છે અને તેમાં ફોરેન ટેકનોલોજી ટ્રાન્સફર એગ્રીમેન્ટનું યોગદાન પ૯ ટકા જેટલું છે, હવે નવા ઊભા થતા એન્જીનીયરીંગ ક્લસ્ટરમાં સાણંદ-વિરમગામ-માંડલ-બેચરાજી, અંજાર, સાંથલપૂર અને હાલોલ-સાવલી જેવા નવાં એન્જીનીયરીંગ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રો વિકસી રહ્યા છે.મુખ્યમંત્રીએ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ગુજરાતના યુવાનોના હુન્નર કૌશલ્યને કુશળ માનવશકિત તરીકે નવી તાકાત આપવા માનવ વિકાસ સંશાધનની જે સુવિધા ઊભી કરી છે તેની ભૂમિકા આપતા જણાવ્યું કે રાજ્યમાં અત્યારે પ૪ એન્જીનીયરીંગ અને ૧૦૬ ડિપ્લોમા ટેક્નિકલ કોલેજો સહિત બાવન હજાર બેઠકોની ક્ષમતા છે આ ઉપરાંત ૪૪૦ જેટલી વોકેશનલ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટ્યૂટ તથા સેમી સ્કિલ ડેવલપમેન્ટ માટે ૮૮૦૦૦ બેઠકો ઊભી કરવામાં આવી છે અને રપ૩ જેટલી આઇ.ટી.આઇ. ટેક્નિકલ તાલિમ પૂરી પાડે છે.રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણનું વિશાળ માળખું પીપીપી મોડલ ઉપર ઊભું કરવામાં આવ્યું છે એમ જણાવી મુખ્યમંત્રીએ ગુજરાત ગ્લોબલ ઓટો હબ બનવાની દિશામાં જઇ રહ્યું છે તેની રૂપરેખા આપી હતી.મારૂતિ સુઝુકીના મેનેજીંગ ડિરેકટર અને સી.ઇ.ઓ. શીન્જો નાકાનિશીએ મારૂતિ સુઝુકીના નવા પ્લાન્ટની સ્થાપનામાં ગુજરાત સરકાર અને જનતાએ આપેલા સહયોગની પ્રસંશા કરતા જણાવ્યું કે ગુજરાત અને હરિયાણાના મારૂતિ સુઝુકીના સંયુકત પ્લાન્ટ દ્વારા ર૦ લાખ મોટરવાહનોનું વાર્ષિક ઉત્પાદન થશે.ગુજરાતની પસંદગી અંગે શીન્જો નાકાનિશીએ જણાવ્યું કે ગુજરાતમાં કુશળ કાર્યશક્તિ ઉંચી ગુણવત્તા ધરાવે છે અને મૂન્દ્રા બંદર નજીક હોવાથી ખૂબ જ અનુકુળ રીતે મોટર નિકાસની સુવિધા છે અને મારૂતિ સુઝુકીનું ગુજરાતનું આગમન લાંબાગાળાનું રહેવાનું છે.પ્રારંભમાં મુખ્યસચિવ એ. કે. જોતિએ ગુજરાતમાં મારૂતિ ઊઘોગના આગમનને આવકારી સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ સચિવઓ ઉપસ્થિત રહ્યાં હતા.